મનોરંજન

ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને વીડિયો બનાવવા પર રેલવે વિભાગની ટકોર, સોનૂ સુદે માંગી માફી

અનેક લોકો ટ્રેનમાં સફર કરતી વખતે મસ્તી મજાક કરતા અને ટ્રેનના ગેટ પર બેસીની વીડિયો બનાવતા હોય છે. ત્યારે અભિનેતા સોનૂસુદે પણ ટ્રેનમાં સફર કરતી વખતી સફરને માણતા વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા,. જેમાં એક વીડિયોમાં તેઓ તેજ ગતિઓ દોડતી ટ્રેનમાં ટ્રેનના ગેટ પર બેસીને સફર કરતા જોવા મળ્યા હતા. સોનુસુદનો આવી રીતે સફર કરવાનો રેલવે વિભાગને યોગ્ય ન લાગ્યું. જેથી આ બાબતે રેલવે દ્વારા સોનુસૂદને ટકોર કરવામાં આવી હતી.

સોનૂ સુદ વીડિયો-humdekhengenews

સોનુસૂદને ટ્રેનના ગેટ પર બેસી બનાવ્યો વીડિયો

અભિનેતા સોનું સુદે 13 ડિસેમ્બરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્રેનમાંથી એક વીડિયો શેર કર્યો હતો. સોનુસુદને ટ્રેનના ગેટ પર બેસી વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ ગેટનું હેન્ટલ પકડીને ટ્રેનના સફરની મજા માણતા જોવા મળ્યા હતા. સોનુસૂદ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે. અને તેમને અને લોકો અનુસરતા હોય છે. ત્યારે તેમની કોઈ પણ એવી ખોટી હરકતને કારણે તેમના ચાહકો પર ખરાબ અસર થઈ શકે છે.જેથી ટ્રેનમાં સફર કરતી વખતે તેમની આ પ્રકારની હકરત કરવી યોગ્ય ન જણાતા રેલવે વિભાગે સોનુસૂદને ટ્વિટ કરી ટકોર કરી હતી.

રેલવે વિભાગે સોનુસૂદને કરી ટકોર

સોનુ સૂદના આ વીડિયો પર ઉત્તર રેલવેએ તેની પ્રતિક્રિયા આપી છે. ઉત્તર રેલવેએ ટ્વીટ કરીને કહ્યું કે ” દેશ અને દુનિયામાં લોખો લોકોના આદર્શ છો, ટ્રેનના પગથિયા પર બેસી મુસાફરી કરવી તમારા માટે ખતરનાક છે અને તમારા આ પ્રકારના વીડિયોથી ચાહકોમાં ખોટો સંદેશો પહોંચે છે, મહેરબાની કરીને આવું ન કરો! સરળ અને સલામત મુસાફરીનો આનેદ માણો”.

મુંબઈ રેલવે પોલીસે પણ ટ્વીટ કરી કરી ટીકા

રેલ્વેની સાથે મુંબઈ રેલ્વે પોલીસે પણ ટ્વીટ કરી સોનુસૂદના આ વીડિયોની ટીકી કરી હતી અને લખ્યું કે, “ફૂટબોર્ડ પર મુસાફરી એ સોનુ સૂદની ફિલ્મોમાં મનોરંજનનું સાધન બની શકે છે, વાસ્તવિક જીવનમાં નહીં!” ચાલો તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરીએ”

ચાહકોએ પણ કરી ટીકા

અભિનેતા સોનુસૂદ તેમના સેવાકીય કાર્યોને લીધે લાખો ચાહકોમાં તેમનું સ્થાન બનાવ્યું છે. તેઓ હંમેશા તેમના કાર્યોને લીધે ચર્ચામાં રહેતા હોય છે.પરંતુ આ વખતે સોનુસૂદ તેમની હરકતના કારણે લોકોમાં ટીકાનું કારણ બન્યા છે. જરુરિયાત મંદોની સેવા કરીને લોકોમાં પ્રેરણાનો સંદેશ આપનાર આ અભિનેતાએ ચાલતી ટ્રેનમાં દરવાજાના નજીક બેસી હેન્ટલ પકડીને વીડિયો બનાવી ચાહકોમાં ખોટો સંદેશ આપ્યો છે. ત્યારે ચાહકો પણ તેમની આ હરકતથી નારાજ જોવા મળી રહ્યા છે, અને ટ્વીટર પર તેમની નારાજગીના વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : વેગીલા પવનને કારણે આ યાત્રાધામોની રોપ- વે સુવિધા બંધ, સુરક્ષાને ધ્યામાં રાખી લેવાયો નિર્ણય

Back to top button