સોનૂ સૂદનું WhatsApp 61 કલાક બંધ રહ્યું અને આવ્યા 9000થી વધુ મેસેજ!
- સોનૂ સૂદનું WhatsApp એકાઉન્ટ બે દિવસથી વધુ સમય સુધી બંધ રહ્યું હતું. સોનૂ સૂદે 28 એપ્રિલના રોજ ટ્વિટર પર પોસ્ટ કરીને આ જાણકારી શેર કરી છે અને જણાવ્યું કે WhatsApp એકાઉન્ટ સર્વિસ 61 કલાક બાદ ફરી શરૂ થઈ ગઈ છે
28 એપ્રિલ, મુંબઈઃ ભારતીય અભિનેતા, પ્રોડ્યૂસર અને મોડલ સોનૂ સૂદ એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેનું WhatsApp એકાઉન્ટ છે, જે અચાનક બ્લોક થઈ ગયું હતું. સોનૂ સૂદનું WhatsApp એકાઉન્ટ બે દિવસથી વધુ સમય સુધી બંધ રહ્યું હતું. સોનૂ સૂદે 28 એપ્રિલના રોજ ટ્વિટર પર પોસ્ટ કરીને આ જાણકારી શેર કરી છે અને જણાવ્યું કે WhatsApp એકાઉન્ટ સર્વિસ 61 કલાક બાદ ફરી શરૂ થઈ ગઈ છે. WhatsAppની સર્વિસ રિસ્ટોર થયા બાદ તેને 9483 મેસેજ અનરીડ સ્ટેટસમાં જોવા મળ્યા.
❤️🙏 pic.twitter.com/oxjddrLzPm
— sonu sood (@SonuSood) April 28, 2024
અનેક જરૂરિયાતમંદોની મદદ ન કરી શક્યો
સોનૂ સૂદે આગળ જણાવ્યું છે કે એકાઉન્ટની સર્વિસ બંધ થવાના કારણે તે અનેક જરૂરિયાતમંદોની યોગ્ય સમયે મદદ ન કરી શક્યો. સોનૂ સૂદ હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરતો જોવા મળે છે. તેણે કોરોનાકાળમાં લાખો લોકોની સહાયતા કરી હતી.
My number does not work on @WhatsApp.
I have been facing this problem many a times.
I feel time for you guys to upgrade your services. pic.twitter.com/yi2nWIive6— sonu sood (@SonuSood) April 26, 2024
સોનૂ સૂદે WhatsAppને કહ્યું, પ્લીઝ સોલ્વ કરો આ પ્રોબલેમ
મીડિયા રિપોર્ટ્સ મુજબ સોનૂ સૂદે WhatsAppને કહ્યું હતું કે આ સમસ્યા તરફ ધ્યાન આપો અને તેનું કારણ જાણો. ઘણા લોકોને જરૂર છે અને જરૂરિયાતના સમયે તેઓ વોટ્સએપ કોલ કરે છે. સોનૂ સૂદ ઘણી વખત લોકોની મદદ કરતો જોવા મળે છે. સોનૂ સૂદે 27 એપ્રિલ શનિવારે પોસ્ટ કરી હતી કે 36 કલાકથી વધુ સમય થઈ ગયો, પરંતુ મારુ WhatsApp એકાઉન્ટ ચાલુ થયું નથી. સેંકડો જરૂરિયાતમંદ લોકો મદદ માટે મારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા હશે.
આ પણ વાંચોઃ નવી કાર ખરીદો તો અધધ ડિસ્કાઉન્ટ? ગુજરાત સહિત 21 રાજ્યોએ કઈ શરતે કરી આ જાહેરાત?