સોનૂ સુદનો એક્શન પેક્ડ અવતાર, જુઓ દુશ્મનો પર કરશે ‘ફતેહ’
- 2025ની શરૂઆતમાં આવી રહેલી ફિલ્મ ફતેહમાં સોનુ સૂદનો એક્શન પેક્ડ અવતાર જોવા મળશે. આ ફિલ્મની ટીઝર રીલીઝ થયું છે. સોનુ તેમાં સાવ અલગ રોલમાં હશે
9 ડિસેમ્બર, મુંબઈઃ અભિનેતા સોનુ સૂદની આગામી ફિલ્મ ‘ફતેહ’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મથી તે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તમને સોનુ સૂદનો એવો અવતાર જોવા મળશે જે આજ સુધી લોકોએ જોયો નથી. ફિલ્મમાં ઘણા એક્શન પેક્ડ પર્ફોર્મન્સ જોવા મળશે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
એક્શન પેક્ડ અવતારમાં જોવા મળશે સોનુ સૂદ
આ ફિલ્મમાં સોનુ ખતરનાક રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ મહત્ત્વની ભૂમિકામાં છે, જે સોનુની લેડી લવ હશે. ફિલ્મમાં સોનુ સૂદ લડતો અને ડર ફેલાવતો જોવા મળે છે. ટીઝરમાં તેનો ડાયલોગ ‘એક કો મારા તો મુઝરિમ, હજાર કો મારા તો બાદશાહ, મેરી ગિનતી ઉસસે ઉપર કી થી’ જબરદસ્ત છે. ટીઝરની શરૂઆતમાં, ઘણી ગોળીઓ જમીન પર પડી છે, ત્યારબાદ એક લોહીથી લથપથ લાશને ખેંચવામાં આવી રહી છે.
સોનુ સૂદ હાઈ ઇન્ટેન્સ લુકમાં છે. સૂટ અને બૂટ પહેરેલા અભિનેતાને ધારદાર હથિયારો વડે એક પછી એક દુશ્મનોને ખતમ કરતા જોઈ શકાય છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને વિજય રાજ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. વચ્ચે વચ્ચે અભિનેતા સામાન્ય માણસની જેમ ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળે છે, જે વેબ સિરીઝ ધ ફેમિલી મેનની યાદ અપાવશે. આવતા વર્ષે ફતેહ ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચોઃ ખલનાયકના રૂપમાં સંજયદત્તનું કમબેક, ‘બાગી-4’માં એક્ટરનો પહેલો લુક રિવીલ