ગરીબ વિદ્યાર્થિનીની મદદે આવ્યો સોનુ સૂદ, ચારેબાજુ થઈ રહી છે પ્રશંસા
- સોનુ સૂદ અવારનવાર કોઈને કોઈ કારણોસર રહે છે ચર્ચામાં
- લોકો સોનુ સૂદને ગરીબોના મસીહા પણ કહે છે, તેઓ દરરોજ જરુરિયાતમંદોને કરતા રહે છે મદદ
આંધ્રપ્રદેશ, 20 જુલાઈ: સોનુ સૂદ તેની કથિત ઉદારતા માટે વારંવાર ચર્ચામાં રહે છે. બોલિવૂડ એક્ટર અને સોનુ સૂદ ક્યારેક સારાં કામોને કારણે પણ ચર્ચામાં રહે છે. એવું માનવામાં આવે છે કે કોરોના મહામારી દરમિયાન તેણે ગરીબો, પરપ્રાંતિય મજૂરો અને કામદારોની મદદ કરી હતી. ત્યારથી લોકો તેમને ગરીબોના મસીહા કહેવા લાગ્યા છે. ફરી એકવાર અભિનેતા સોનુ સૂદ પોતાની ઉદારતાને કારણે ચર્ચામાં આવ્યો છે.
સોનુ સૂદે આ છોકરીના ભણતરની લીધી જવાબદારી
ખરેખર, હાલમાં જ આંધ્રપ્રદેશની એક છોકરીએ તેના અભ્યાસ માટે અભિનેતાની મદદ માંગી હતી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના બાનાવાનૂરની દેવીકુમારી B.Sc.નો અભ્યાસ કરવા માગતી હતી, પરંતુ તેના પરિવારની આર્થિક સ્થિતિ તેને સાથ આપતી ન હતી. તેથી તેણીએ અભ્યાસથી દૂર રહેવું પડ્યું. એક નેટીઝને X (Twitter) પર આ બાબત શેર કરી અને સોનુ સૂદને ટેગ કરીને તેની મદદ માંગી હતી. આ પછી સોનુ સૂદે તરત જ આ ટ્વીટનો જવાબ આપ્યો હતો. આ ટ્વીટને રી-ટ્વીટ કરતા સોનુ સૂદે લખ્યું, ‘કોલેજ જવા માટે તૈયાર થઈ જાવ, તમારો અભ્યાસ બંધ નહીં થાય.’ જ્યારે સોનુ સૂદે આ જાહેરાત કરી તો ફરી એકવાર તેમના કામના વખાણ થવા લાગ્યા.
View this post on Instagram
હંમેશા કરતા રહે છે દરેકને મદદ
કોરોના દરમિયાન સોનુ સૂદે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી અને એક વાસ્તવિક હીરોની જેમ ઉભરી આવ્યો હતો. ત્યારથી લોકો તેને ગરીબોના મસીહા કહેવા લાગ્યા છે. ત્યારથી જ જ્યારે પણ કોઈને કંઈ પણ જરૂર હોય, ત્યારે તે સોનુ સૂદને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર ટેગ કરીને તેની સમસ્યા વિશે જણાવે છે, જેના પર અભિનેતા હંમેશા પ્રતિક્રિયા આપે છે અને તેની મદદ કરે છે. અલબત્ત, એ વાત અલગ છે કે તેણે જે લોકોની મદદ કરી હોવાનું સોશિયલ મીડિયામાં કહેવાય છે તેમને વાસ્તવમાં મદદ મળી છે કે નહીં અને એનાથી પીડિતોને લાભ થયો છે કે નહીં એ જાણવાની મીડિયા સહિત કોઈએ કદી પ્રયાસ કર્યો નથી. લોકોની દરવખતે મદદ કરીને અભિનેતાએ પોતાને રિયલ હીરો સાબિત કરી દીધો છે.
આ પણ વાંચો: રામ ચરણનો નવો રેકોર્ડ, મેલબોર્નમાં આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા