સોનુ સૂદે 22 મહિનાના બાળકનો જીવ બચાવ્યો, ક્રાઉડ ફંડિંગથી 17 કરોડ એકઠા કર્યા!
- કોવિડના સમય દરમિયાન લોકડાઉન સમયે સોનુ સૂદે ઘણા લોકોને તેમના ઘરે મોકલવામાં અને તેમને કરિયાણું તેમજ ફૂડ આપવામાં મદદ કરી હતી
16 મે, મુંબઈઃ સોનુ સૂદ માત્ર એક્ટર જ નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકોનો મસીહા પણ છે. 2020ના કોરોનાકાળ દરમિયાન તેણે જે રીતે જરૂરિયાતમંદોને મદદ કરી ત્યારથી તે લોકો માટે રિયલ સ્ટાર બની ગયો છે. કોવિડના સમય દરમિયાન લોકડાઉન સમયે સોનુ સૂદે ઘણા લોકોને તેમના ઘરે મોકલવામાં અને તેમને કરિયાણું તેમજ ફૂડ આપવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, તેણે લોકોને રોજગાર આપવામાં પણ મદદ કરી છે. હાલમાં જ તેણે આવું જ એક બીજું કામ કર્યું છે જે એક લોકો માટે મિસાલ બની ગયું છે.
બાળકની સારવાર માટે કરી મદદ
અભિનેતાએ તાજેતરમાં 22 મહિનાના બાળકનો જીવ બચાવ્યો છે. તેણે બાળકની સારવાર માટે કરોડો રૂપિયા એકઠા કર્યા છે.રાજસ્થાનના જયપુરમાં હૃદયાંશ નામનો 22 મહિનાનો બાળક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઇપ 2 થી પીડિત છે. તેની સારવાર માટે વિશ્વના સૌથી મોંઘા ઈન્જેક્શન Zolgensmaની જરૂર હતી.
ક્રાઉડ ફંડિંગથી એકઠા કર્યા 17 કરોડ રૂપિયા
આ માટે અનેક સેલિબ્રિટીઝ અને ક્રિકેટ જગતની હસ્તીઓને મદદ માટે અપીલ કરવામાં આવી હતી. સોનુ સૂદે આ બાળકની સારવાર માટે ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન શરૂ કર્યું. અભિનેતાએ આ માટે ક્રાઉડફંડિંગ કર્યું હતું જેમાં 17 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમેરિકાથી Zolgensma ઈન્જેક્શન મંગાવીને બાળકની સારવાર કરવામાં આવી હતી.
સોનુ સૂદની આ ઝુંબેશને લોકોનું ભરપૂર સમર્થન મળ્યું અને ત્રણ મહિનામાં 9 કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ. ધીમે-ધીમે લોકોએ ફંડિંગમાં ભાગ લીધો અને 17 કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ અને ત્યારબાદ હ્રદયાંશની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી.
આ પણ વાંચોઃ ‘ચંદૂ ચેમ્પિયન’ના બીજા પોસ્ટરમાં તો કાર્તિક આર્યનને ઓળખવો પણ મુશ્કેલ!