થુંકવાળી રોટલીના વીડિયો પર ટ્વિટ કરી ફસાયો સોનુ સૂદ, કંગનાએ કહ્યું-તમારી પોતાની રામાયણનું…
મુંબઈ, 20 જુલાઈ : કાવડ માર્ગ પર જતા દુકાનદારોને પોતાનું નામ અને ઓળખ જાહેર કરવાના આદેશને લઈને વિવાદ ઉભો થયો છે. આ અંગે સોશિયલ મીડિયા પર કંગના રનૌત અને સોનુ સૂદ વચ્ચે ટ્વીટનો સિલસિલો ચાલુ છે. પંજાબના દિલજીત દુસાંઝ સાથે પહેલાથી જ વિવાદમાં રહેલી કંગના રનૌત હાલમાં સોનુ સૂદ સાથે વિવાદમાં છે. સોનુ સૂદે યુપીમાં કાવડ યાત્રા રૂટ પર ખાદ્યપદાર્થોની દુકાનો અને વાહનો પર દુકાનદારોના નામ સાથે પોસ્ટર લગાવવાના યોગી સરકારના આદેશ પર પ્રતિક્રિયા આપી.
દરેક દુકાન પર એક જ નેમ પ્લેટ હોવી જોઈએ ‘માનવતા’
X પર એક પોસ્ટ શેર કરતા સોનુ સૂદે લખ્યું, “દરેક દુકાન પર એક જ નેમ પ્લેટ હોવી જોઈએ અને તે છે ‘માનવતા’.” આના પર હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે પણ જવાબ આપ્યો. અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કહ્યું, “કંગના રનૌતની ટીમ સંમત છે. હલાલને “માનવતા” સાથે બદલવું જોઈએ. દરેક દુકાનમાં ફક્ત એક નેમ પ્લેટ “માનવતા” હોવી જોઈએ.
આ પણ વાંચો : ચૈતર વસાવાએ સવાલોના જવાબો નહીં મળતા કલેકટર ઓફિસ બહાર ધરણા કર્યા
हमारे श्री राम जी ने शबरी के झूठे बेर खाए थे तो मैं क्यों नहीं खा सकता
हिंसा को अहिंसा से पराजित किया जा सकता है मेरे भाई🤍
बस मानवता बरकरार रहनी चाहिए ।जय श्री राम🚩 https://t.co/uljActwMrR
— sonu sood (@SonuSood) July 20, 2024
આ પછી ફરી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં એક વ્યક્તિ બ્રેડ પર થૂંક લગાવી રહ્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે સોનુ સૂદને ટેગ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કોઈ અહીંથી સોનુ સૂદને ફૂડ પહોંચાડે. તેના પર સોનુ સૂદે કહ્યું કે જો ભગવાન રામ શબરીના જુઠા બોર ખાઈ શકે છે તો હું કેમ નહિ. તેમણે એમ પણ કહ્યું કે અહિંસા દ્વારા હિંસા રોકી શકાય છે.
કંગનાએ શું જવાબ આપ્યો જુઓ ?
જે બાદ હવે કંગના રનૌતે જવાબ આપ્યો, “સોનુ જી તમે ભગવાન અને ધર્મ વિશેની તમારી વ્યક્તિગત શોધના આધારે તમારી પોતાની રામાયણનું નિર્દેશન કરશો.” હાલમાં કંગના રનૌત અને સોનુ સૂદ વચ્ચેનો તણાવ ઓછો થતો જણાતો નથી.
Next you know Sonu ji will direct his own Ramayana based on his own personal findings about God and religion. Wah kya baat hai Bollywood se ek aur Ramayana 👌 https://t.co/s1bWOer4Rp
— Kangana Ranaut (@KanganaTeam) July 20, 2024
આ પણ વાંચો : જય સંતોષી મા ફિલ્મના નિર્માતા સતરામ રોહરાનું નિધન, શોલેને રાખી હતી પાછળ