સાક્ષી મર્ડર કેસ પર ગુસ્સે થયા સોનુ સૂદ, જાણો શું કહ્યું અભિનેતાએ
સોનુ સૂદે દિલ્હીના સાક્ષી મર્ડર કેસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. દિલ્હીમાં 16 વર્ષની સગીર છોકરીની દર્દનાક હત્યાએ બધાને હચમચાવી દીધા છે. ફિલ્મ અભિનેતા સોનુ સૂદે સગીર બાળકીની હત્યાના મામલામાં દુઃખ વ્યક્ત કર્યું છે.સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરે છે.
હાલમાં જ સાક્ષી મર્ડર કેસમાં પોતાનું મૌન તોડતા સોનુ સૂદે એવા લોકો પર કટાક્ષ કર્યો છે જેઓ ઘટના સ્થળે મૂર્તિ બનીને તમાશો જોતા હતા. રવિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાં સાહિલ નામના છોકરાએ 16 વર્ષની છોકરી સાક્ષીની રસ્તાની વચ્ચે જાહેરમાં હત્યા કરી નાખી હતી.
Wish someone had the guts to kick that guy hard who stabbed an unfortunate 16year old Sakshi in Delhi.
Being a spectator & ignoring the crime happening around u is such a cowardly act.
Parents lost their daughter not bec some Sahil stabbed their daughter..it’s Bec no one came…— sonu sood (@SonuSood) May 31, 2023
પહેલા, તેણે સાક્ષી પર છરી વડે ઘણી વાર હુમલો કર્યો, દુખની વાત એ હતી કે, ત્યાં હાજર લોકો માત્ર તમાશો જોતા હતા, કોઈએ તે છોકરીની મદદ કરી ન હતી. હાલ સાહિલ પોલીસ કસ્ટડીમાં છે. સાહિલ કહે છે કે સાક્ષી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી તેથી તેણે તેની હત્યા કરી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહિલને આ ગુનાનો કોઈ પસ્તાવો નથી.
આ પણ વાંચો : કિયારા અડવાણીના કલેક્શનમાં આ નવી કારનો સમાવેશ….