ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોયા, વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું: દિલ જીતી લીધું!

Text To Speech
  • દેશની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના જીવનચરિત્ર પર આધારિત ‘સ્વરસ્વામીની આશા’ નામની બુક લોન્ચ કરવામાં આવી

મુંબઈ, 29 જૂન: ભારતના પ્રખ્યાત ગાયક સોનુ નિગમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સોનુ નિગમ ભારતની લિવિંગ લિજેન્ડ આશા ભોંસલેના પગ ધોઈ રહ્યા છે. હકીકતમાં, દેશની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના જીવનચરિત્ર પર આધારિત ‘સ્વરસ્વામીની આશા’ નામની બુક લોન્ચ કરવામાં આવી હતી. આ બુક લોન્ચિંગમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન ગાયક સોનુ નિગમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સોનુ નિગમે કપાળ પર તિલક કરીને પીળા કુર્તા પાયજામામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સિંગર સોનુ નિગમ પણ આશા ભોંસલેના પગ ધોતા અને તેમનું સન્માન કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, “સોનુ નિગમે ખરેખર દિલ જીતી લીધું છે.

જુઓ આ વાયરલ વિડીયો

 

આ કાર્યક્રમમાં RSS ચીફ મોહન ભાગવત, મુંબઈ બીજેપી અધ્યક્ષ આશિષ શેલાર, પંડિત હૃદયનાથ મંગેશકર સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. પુસ્તક વિમોચન પ્રસંગે સોનુ નિગમે કહ્યું કે, ‘દેવી માં પ્રણામ, હું કઈપણ કહેવા માંગતો નથી. પરંતુ, મને કહેવામાં આવ્યું છે, તેથી હું તે જ કહીશ કે આજે શીખવાના ઘણા સાધનો છે. પરંતુ, જ્યારે શીખવા જેવું કંઈ નહોતું ત્યારે લતાજી અને આશાજી હતા. તેમણે આખી દુનિયાને ગાવાનું શીખવ્યું છે.

 

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, “સોનુએ ખરેખર દિલ જીતી લીધું છે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે, “આ ભારતીય સંસ્કૃતિ છે. આ જ આપણી ઓળખ છે.

આ પણ જુઓ: અનંત અંબાણીએ અક્ષય કુમારના ઘરે જઈને આપ્યું લગ્નનું આમંત્રણ, અજય પણ આમંત્રિત

Back to top button