ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

લાઇવ કોન્સર્ટમાં સોનુ નિગમ ઓડિયન્સ પર થયો ગુસ્સે: કહ્યું મારો ટાઇમ બરબાદ કરો છો

Text To Speech

મુંબઈ, 11 ફેબ્રુઆરી: 2025: બોલીવુડ સિંગર સોનુ નિગમ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સિંગર સાથે કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે કે ફેન્સનું બધુ ધ્યાન તેના પર કેન્દ્રિત થઈ ગયું છે. લાઇવ કોન્સર્ટમાં એવું બન્યું કે સોનુ નિગમનો ઓડિયન્સ પર પિત્તો જતો રહ્યો. તેનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ નિગમ સ્ટેજ પર ઉભો છે અને માઈક પર કહી રહ્યો છે, “જો તમારે ઉભા રહેવું જ પડે, તો ચૂંટણીમાં ઉભા રહો.

બોલીવુડના પ્લેબેક સિંગર સોનુ નિગમે તાજેતરમાં કોલકાતામાં પર્ફોર્મ કર્યું હતું પરંતુ ચાહકો ઉભા હોવાથી તેમને ગાવાનું અધવચ્ચે જ બંધ કરવું પડ્યું. વાયરલ થયેલા એક વીડિયોમાં, નિગમ ચાહકો પર બૂમો પાડતો જોવા મળે છે, તેમને પ્રદર્શન દરમિયાન ઉભા ન રહેવા અને બેસવાનું કહેતો જોવા મળે છે. કોન્સર્ટમાં હાજર લોકોએ દાવો કર્યો હતો કે યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ આયોજકોને દોષી ઠેરવવા જોઈએ. વીડિયોમાં, સોનુ નિગમ કહેતા જોઈ શકાય છે કે, તમારે ઊભા રહેવું જ છે તો ચૂંટણીમાં ઊભા રહો, યાર. પ્લીઝ તમે બેસી જાવ. જલ્દી કરો…તમને ખબર છે તમે મારો ટાઇમ બરબાદ કરો છો. જલ્દી બેસો કા તો બહાર નીકળો, આ જગ્યા ઝડપથી ખાલી કરી દો…આ પ્રકારે કોન્સર્ટ અટકાવીને સિંગરે ઓડિયન્સને ટોકી હતી અને વધારાની ભીડને કોન્સર્ટમાંથી હાંકી કાઢી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં ઘણી ભીડ હતી અને લોકો પોતાની સીટ પર બેસવાને બદલે ઉભા થવા લાગ્યા. શોમાં ચાલી રહેલા ખલેલને કારણે, સિંગરે પરિસ્થિતિને જાતે જ સંભાળવી પડી. તેને આ જવાબદારી સંભાળી અને તેને પરેશાન કરતા લોકોને સમજવાનો પ્રયાસ કર્યો અને હવે તેના ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ભલે સિંગર વીડિયોમાં બૂમો પાડી રહ્યો હોય, ફેન્સ હજુ પણ તેને સપોર્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો..રણવીર ઈલાહાબાદિયાનું વિવાદિત વીડિયો Youtubeથી હટાવાયો, સૂચના પ્રસારણ મંત્રાયલે મોકલી હતી નોટિસ: સૂત્ર

Back to top button