જમ્મુ કાશ્મીરને મોદી સરકારની મોટી ભેટ: 2700 કરોડના ખર્ચે તૈયાર થયેલી 12 કિમી લાંબી ટનલનું સોમવારે ઉદ્ધાટન કરશે પીએમ મોદી
નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે સોમવારે જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ધાટન કરશે. આ બહુપ્રતીક્ષિત કાર્યક્રમ સવારે 11.45 વાગ્યે આયોજીત થશે. આ દરમ્યાન પ્રધાનમંત્રી મોદી એક જાહેરસભાને પણ સંબોધન કરશે. સોનમર્ગ ટનલને Z-Morh Tunnelના નામથી ઓળખવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ કહ્યું કે, Z-Morh ટનલનું ઉદ્ધાટન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ ટનલ સોનમર્ગને આખું વર્ષ પર્યટન માટે ખોલી દેશે એક શાનદાર સ્કી ડેસ્ટિનેશન તરીકે વિકલિત કરવાની સંભાવના વધશે. આવો આ ટનલની ખાસિયત વિશે જાણીએ.
ટનલની લંબાઈ અને સંરચના
ટનલની કૂલ લંબાઈ 12 કિમી છે. જેમાં મુખ્ય ટનલ સાથે સાથે એક ઈમરજન્સી અગ્રેસ ટનલ અને એપ્રોચ રોડ્સ સામેલ છે. આ ટનલ આધુનિકમ ટેકનિકથી બનાવી છે. જે તેને ઉચ્ચ સ્તરની સુરક્ષા અને સ્થાયિત્વ આપે છે.
ટનલથી શું લાભ થશે
સોનમર્ગ ટનલ સમુદ્ર તળથી 8650 ફુટની ઊંચાઈ પર આવેલી છે અને શ્રીનગરથી સોનમર્ગ થતાં લેહ સુધી દરેક સિઝનમાં સુગમ યાતાયાતનો અનુભવ કરાવશે. આ માર્ગ ભૂસ્ખલન અને હિમસ્ખલનવાળા વિસ્તારને બાઈપાસ કરશે.
પર્યટન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે
આ ટનલ સોનમર્ગને આખું વર્ષ કનેક્ટિવિટી આપશે. જેનાથી ભારે બરફ વર્ષા અને ભૂસ્ખલન દરમ્યાન પણ આવાગમન સંભવ થઈ શકશે. તેનાથી સોનમર્ગનું પર્યટન શિયાળામાં પણ ચાલું રહેશે. તેનાથી એડવેંચર સ્પોર્ટ્સ અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન મળશે. સ્થાનિક રહેવાસીઓને હવે શિયાળામાં પોતાના ઘર છોડવા પડશે નહીં.
સમય અને અંતરની કમી
આ ટનલ શ્રીનગરથી કારગિલ અને લેહની યાત્રાનો સમય અને અંતર ઘટાડી દેશે. 49 કિમી હાલના અંતરને ઘટાડીને તે 43 કિમી કરી દેશે અને વાહનની ગતિ 30 કિમી/ કલાકથી વધારીને 70 કિમી / કલાક થઈ જશે.
રક્ષા અને સામરિક મહત્વ
આ ટનલ રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર આવેલ છે. જે જમ્મુ અને કાશ્મીરને લદ્દાખથી કનેક્ટ કરે છે. આ ટનલ સૈન્ય અને રક્ષા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 29 ઉમેદવારની બીજી યાદી જાહેર