ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ-સોનિયા ગાંધીના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

મધ્યપ્રદેશના ભોપાલ એરપોર્ટ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. બેંગલુરૂથી બંને દિલ્હી પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ખરાબ હવામાનના કારણે ભોપાલ એરપોર્ટ પર તેમના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક અધિકારીએ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર, હવે 9:30 કલાકે ભોપાલથી તેઓ ઈન્ડિગો ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થશે.

Sonia

મહત્વનું છે કે, કર્ણાટકના બેંગાલુરૂમાં આજે સંયુક્ત વિપક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં તેઓ બંને હાજર રહ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. જોકે હવામાન ખરાબ હોવાના કારણે તેમના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

રાહુલ ગાંધીના અંગત સ્ટાફે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલ અને સોનિયા ભોપાલ એરપોર્ટ પર પહોંચ્યાની માહિતી મળ્યા બાદ ભોપાલના કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.

આ પણ વાંચોઃ NDAની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને અજિત પવારની મોટી જાહેરાત, કહ્યું- ‘સાથે…’

બેંગલુરુમાં વિપક્ષની મોટી બેઠક, 26 પાર્ટીઓ હાજર રહી

આજે બેંગ્લુરુમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષની મોટી બેઠક મળી હતી જેમાં 26 પાર્ટીઓ હાજર રહી હતી અને તેમણે એક નવું ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે જેનું નામ  INDIA આપવામાં આવ્યું છે. રાહુલ અને સોનિયા આ બેઠકમાંથી પાછા દિલ્હી જતા હતા.

Back to top button