ટોપ ન્યૂઝનેશનલ

ઈમર્જન્સી જાહેર થઈ ત્યારે સોનિયા ગાંધી પીએમ હાઉસમાં હતાંઃ ભાજપના નેતાનો દાવો

Text To Speech

ભોપાલ, 25 જૂન 2024 : મધ્યપ્રદેશના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મંગળવારે સંસદ પરિસરમાં સંવિધાનની કોપીઓ લહેરાવાતા કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનની આલોચના કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 1975માં જ્યારે તત્કાલિક વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમર્જન્સી લાદવાનો નિર્ણય લીધો હતો ત્યારે સોનિયા ગાંધી પીએમ હાઉસમાં ઉપસ્થિત હતાં.

મધ્યપ્રદેશ ભાજપે ઈમર્જન્સી દરમિયાન આંતરિક સુરક્ષા અધિનિયમ (મિસા) હેઠળ જેલમાં બંધ લોકોને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નરોત્તમ મિશ્રાએ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે, જે દિવસે ઈન્દિરા ગાંધીએ ઈમર્જન્સી લાદવાનો નિર્ણય લીધો હતો તે દિવસે સોનિયા ગાંધી પીએમ હાઉસમાં ઉપસ્થિત હતાં.આજે તેઓ તેમના પુત્ર રાહુલ ગાંધી સાથે સંવિધાનની કોપી લઈને ઉભા છે. આ જ કોંગ્રેસનો અસલી ચહેરો છે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 70 વર્ષમાં કોંગ્રેસની સરકારના શાસનમાં સંવિધાનમાં 100થી વધુ વખત સંશોધન કરવામાં આવ્યું છે. હવે તેઓ ખોટા દાવાઓ કરીને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓ સંવિધાનની રક્ષા કરવાનો દાવો કરે છે. પરંતુ સત્ય એ છે કે તમામ લોકો પોતાના બાળકોના રાજકીય ભવિષ્યની રક્ષા કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે તે લોકોને ઈમર્જન્સીનું સત્ય બતાવવા માટે આ કાર્યક્રમ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમણે એ કાળો દિવસ નથી જોયો. ઈન્ડિ ગઠબંધનના સભ્યોએ સોમવારે વડાપ્રધાન મોદીના 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લેવાના અવસર પર શક્તિ પ્રદર્શન કરતાં સંસદમાં સંવિધાનની કોપીઓ લહેરાવી હતી.

Back to top button