ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક્ઝિટ પોલ પર પહેલીવાર સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- બસ રાહ જુઓ…

Text To Speech
  • PM મોદીના નેતૃત્વમાં NDA જીતનો દાવો કરી રહી છે, વિપક્ષી પાર્ટીઓનું INDI ગઠબંધન પણ કહી રહ્યું છે કે તેમને બહુમતી મળશે

HD ન્યૂઝ ડેસ્ક, 3 જૂન: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે 4 જૂને મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. પીએમ મોદીના નેતૃત્વમાં NDA જીતનો દાવો કરી રહી છે. તે જ સમયે, વિપક્ષી પાર્ટીઓનું INDI ગઠબંધન પણ કહી રહ્યું છે કે તેમને બહુમતી મળશે. જો કે, મોટાભાગના એક્ઝિટ પોલ દર્શાવે છે કે, બીજેપીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. હવે એક્ઝિટ પોલને લઈને પ્રથમવાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને આવતીકાલે આવનારા ચૂંટણી પરિણામો અને એક્ઝિટ પોલ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, “અમારે રાહ જોવી પડશે. બસ રાહ જુઓ, અમને પૂરી આશા છે કે ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ જે કહી રહ્યા છે તેનાથી તદ્દન વિરુદ્ધ આવશે.”

 

એક્ઝિટ પોલમાં ભાજપને કેટલી બેઠકો?

એક્ઝિટ પોલના અંદાજો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) કુલ 543માંથી 371થી 401 લોકસભા બેઠકો જીતી શકે છે. એકલા ભાજપને 319થી 338 બેઠકો મળવાની ધારણા છે. જો આવું થાય તો NDA સંસદમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ બહુમતી સુધી પહોંચી શકે છે.

વિરોધ પક્ષોને કેટલી બેઠકો મળશે?

એક્ઝિટ પોલના મુજબ, લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં વિપક્ષી INDI ગઠબંધનને 109 થી 139 બેઠકો મળી શકે છે, જ્યારે અપક્ષ અને અન્યને 28થી 38 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરવામાં આવે તો NDAને 46 ટકા વોટ મળી શકે છે અને ભારતને 40 ટકા વોટ મળી શકે છે. પાર્ટી મુજબ ભાજપને 41 ટકા, કોંગ્રેસને 21 ટકા અને અન્યને 38 ટકા વોટ મળી શકે છે.

આ પણ જુઓ: ઉદ્ધવ ઠાકરે થોડા દિવસમાં જ મોદી સરકારમાં જોડાશે: જાણો કોણે કર્યો આવો દાવો અને કેમ?

Back to top button