નેશનલ

મણિપુર હિંસા પર સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Text To Speech
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે એક વીડિયો દ્વારા સંદેશ જાહેર કર્યો છે. વિડિયોમાં તેમણે શાંતિની અપીલ કરી છે.

મણિપુર હિંસા: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પક્ષના સંસદીય દળના વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે (21 જૂન) હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટ્ર હેન્ડલ પરથી સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ ટ્વીટ કરવામાં આવ્યો છે.

સોનિયા ગાંધીએ પોતાના સંદેશમાં કહ્યું કે લગભગ 50 દિવસથી આપણે મણિપુરમાં એક ભયાનક માનવીય દુર્ઘટના જોઈ રહ્યા છીએ. મણિપુરમાં લોકોના જીવનને તબાહ કરતી અભૂતપૂર્વ હિંસાએ દેશના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. મને એ જોઈને ખૂબ દુ:ખ થયું છે.

સોનિયા ગાંધીએ આ અપીલ કરી

સોનિયા ગાંધીએ કહ્યું કે, હું શાંતિની અપીલ કરું છું. આપણે જે હીલિંગ પથ પસંદ કરીએ છીએ ભવિષ્યને એ રુપ આપશે તેથી આપણા બાળકોને પણ તે વારસામાં મળશે. તેમણે કહ્યું, મને મણિપુરના લોકોમાં અપાર આશા અને વિશ્વાસ છે અને હું જાણું છું કે સાથે મળીને આપણે આને પાર કરી શકીશું. પરંતુ આ અગ્નિ પરીક્ષાછે જેને આપણે પાર પાડશું.

આ પણ વાંચો: સિંગર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોકલી વૉઇસ નોટ

Back to top button