ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકના મંડ્યા પહોંચ્યા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા

Text To Speech

મંડ્યા, કર્ણાટકઃ કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષા સોનિયા ગાંધી મિશન 2024 અંતર્ગત એક્શનમાં છે. આજે કર્ણાટકના મંડ્યામાં રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થયા. લાંબા સમય બાદ સોનિયા પાર્ટીના કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે. સ્વાસ્થ્યના કારણોસર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં તેઓ પ્રચાર પણ કરી શક્યા ન હતા.

સોનિયા ગાંધી, આ યાત્રા શરૂ થયાને પૂરાં એક મહિના પછી સામેલ થયા છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા નવમી અને દશેરાને કારણે મંગળ-બુધ થઈ ન હતી. આ યાત્રા પર કર્ણાટકમાં બ્રેક લગાડવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને સાત સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.

કર્ણાટકની મુલાકાતે છે સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન અને પાર્ટી દ્વારા નવા અધ્યક્ષની વરણી થાય તે પહેલાં કર્ણાટકની મુલાકાતે છે. 5 ઓક્ટોબરે તેમને દેશમાં મનાવવામાં આવેલા દશેરાના પ્રસંગે બેગુર ગામના પ્રસિદ્ધ ભીમન્નકોલ્લી મંદિરમાં પૂજા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પણ આજે ભારત જોડો યાત્રામાં સામેલ થશે.

ક્યારે શરૂ થઈ હતી ભારત જોડો યાત્રા?
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રાનું સમાપન આગામી વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં થશે. આ યાત્રા થકી કુલ 3,570 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. માનવામાં આવે છે કે યાત્રા કોંગ્રેસ પાર્ટીને પહેલાંથી વધુ મજબૂત બનાવવાની સાથે સાથે મોંઘવારી અને બેરોજગારી વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટે કરવામાં આવી રહી છે.

Back to top button