ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, જૂઓ વીડિયો

Text To Speech
  • રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આજે બુધવારે ચાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનથી પાર્ટીના ઉમેદવાર હશે, જ્યારે બિહારથી ડૉ. અખિલેશ પ્રસાદસિંહ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંદોરેના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્યસભાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું આ સમયે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે હાજર રહ્યા હતા.

 

સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે પહોંચ્યા હતા જયપુર 

સોનિયા ગાંધીએ રાજસ્થાનમાંથી રાજ્યસભાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવા માટે સોનિયા ગાંધી બુધવારે સવારે જયપુર પહોંચી ગયા હતા. જ્યાં તેમની સાથે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા અને અન્ય કેટલાક નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેહલોતે કહ્યું હતું કે, સોનિયા ગાંધીનું રાજસ્થાન સાથે દિલથી જોડાણ છે.

15 રાજ્યોની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, 15 રાજ્યોની 56 સીટો પર રાજ્યસભાની 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને 15મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. બીજેપી,કોંગ્રેસ, બીજેડી, ટીએમસી સહિત ઘણી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના મુખ્ય નેતાઓએ સોમવારે લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ‘INDI’ સાથે બેઠકોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરી હતી.

આ પણ જુઓ: ભાજપે વધુ બે રાજ્યના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા

Back to top button