ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
સોનિયા ગાંધીની તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તાવના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલે કહ્યું કે તે નિરીક્ષણ હેઠળ છે અને તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તબિયત સ્થિર છે. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ડો. અરૂપ બાસુ, વરિષ્ઠ સલાહકાર, ચેસ્ટ મેડિસિન વિભાગ અને તેમની ટીમની દેખરેખ હેઠળ છે.
આ વર્ષમાં આ બીજી વખત છે જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીમા સોનિયા ગાંધીને વાયરલ શ્વસન ચેપની સારવાર માટે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.