કોંગ્રેસને આખરે 24 વર્ષ પછી મલ્લિકાર્જુન ખડગેના રૂપમાં ગાંધી પરિવારની બહાર પ્રમુખ મળ્યા. પાર્ટી અધ્યક્ષ પદની જાહેરાતના થોડા સમય બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા ગાંધી સાથે ખડગેના ઘરે પહોંચ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનવા પર મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન. મને ખાતરી છે કે રાજકીય જીવનનો તમારો જમીની અનુભવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવશે. આપના નેતૃત્વમાં કોંગ્રેસ બંધારણ અને લોકશાહીની રક્ષા માટે લડત ચાલુ રાખશે.
Outgoing Congress president Sonia Gandhi & party's General Secretary Priyanka Gandhi Vadra congratulated Mallikarjun Kharge, on being elected as the Congress President; also met his wife Radhabai Kharge. https://t.co/ijZWWWwnVr pic.twitter.com/crGPBOyrOO
— ANI (@ANI) October 19, 2022
ખડગે 6 હજારથી વધુ મતોથી જીત્યા
કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કુલ 9 હજાર મતોમાંથી 7897 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂરને આ ચૂંટણીમાં 1072 મત મળ્યા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી માટે કમિશનર રહેલા મધુસૂદન મિસ્ત્રીએ મલ્લિકાર્જુન ખડગેને પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરતાની સાથે જ તેમના સમર્થકોએ ઢોલ વગાડી તેમની જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી.
Congress President poll: Mallikarjun Kharge set to be party's new chief; polls over 7,000 votes
Read @ANI Story | https://t.co/H2GnSbhkTV#MallikarjunKharge #CongressPresidentialPoll #Congress #ShashiTharoor pic.twitter.com/WwzKMJrtLe
— ANI Digital (@ani_digital) October 19, 2022
શશિ થરૂરે પણ અભિનંદન પાઠવ્યા હતા
નવા પ્રમુખ તરીકે મલ્લિકાર્જુન ખડગેની ચૂંટણી પર તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂરે કહ્યું કે અમારી પાર્ટીનું પુનરુત્થાન ખરેખર આજથી શરૂ થયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે અને હું તેમને સફળતાની શુભેચ્છા પાઠવું છું. ટ્વીટ કર્યા બાદ થરૂર ખડગેના ઘરે પહોંચ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા. જોકે, મતદાન પહેલા તેમણે મતગણતરીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. તેમની ટીમે આ અંગે મધુસૂદન મિસ્ત્રીને ફરિયાદ પણ કરી હતી.
આ પણ વાંચો : આખરે ગાંધી પરિવારના નજીક એવા ‘મલ્લિકાર્જૂન ખડગે’ પાસે કોંગ્રેસ કમાન