સોનમ કપૂરે છઠ્ઠી એનિવર્સરી પર શેર કરી એક્સક્લુઝિવ તસવીરો, દીકરો વાયુ પણ દેખાયો
- સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આજે, 8 મેના રોજ, કપલ લગ્નની એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું છે. બંનેએ લગ્નના 6 વર્ષ પૂર્ણ કર્યા છે
8 મે, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે, તે ઘણીવાર ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં જોવા મળે છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સોનમ તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આજે, 8 મેના રોજ, કપલ લગ્નની એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું છે. બંનેએ લગ્નના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અભિનેત્રીના ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સેલેબ્સથી લઈને તેના ફેન્સ સુધી દરેક તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના પતિના નામે પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે.
સોનમે શેર કરી એક્સક્લુઝિવ તસવીરો
પોતાની વેડિંગ એનિવર્સરી અભિનેત્રીએ પતિ આનંદ આહુજાને ખાસ અંદાજમાં વિશ કર્યું છે. તેણે પતિ અને પુત્ર વાયુ સાથેના કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. આ ફોટાની સાથે એક ખાસ નોંધ પણ લખવામાં આવી છે, જેમાં તેણે ખૂબ પ્રેમ વરસાવ્યો છે. સોનમે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં કેટલીક તસવીરોમાં તેના પુત્ર વાયુની ઝલક જોવા મળી રહી છે. બંને માતા-પિતા પુત્ર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. વાયુ એક વર્ષનો થઈ ગયો છે. તસવીરોમાં તે સોફ્ટ ટોય્સ સાથે રમતો જોવા મળે છે.
View this post on Instagram
પતિના નામ પર લખી પ્રેમભરી નોટ
અન્ય ફોટામાં સોનમ અને આનંદની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ છે. આ પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે મારા જીવનનો પ્રેમ અને મારું બધું જ… તમને વેડિંગ એનિવર્સરીની શુભકામનાઓ! તમારો અપાર પ્રેમ અને સમર્થન મારા જીવનનો સૌથી મોટો આધાર છે. તમારી સાથે લગ્ન કરવા એ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. તમારી સાથેનો દરેક દિવસ અદ્ભુત લાગે છે. હું તમને એટલો પ્રેમ કરું છું કે શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી.
આ પણ વાંચોઃ ‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે