મનોરંજન

સોનમ કપૂર મુંબઈ પર ટિપ્પણી કરતા થઈ ટ્રોલીંગનો શિકાર

Text To Speech

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર-આહુજાએ ગઈ કાલે મુંબઈના ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાઓ વિશે એક ટ્વીટ કર્યું હતું. જેના બદલ કેટલાક યૂઝર્સે એની ટીકા કરી છે. સોનમે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મુંબઈના રસ્તાઓ પર કાર ચલાવવી બહુ ત્રાસદાયક છે. બધી જગ્યાએ ખોદકામ અને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. મને જુહૂથી બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પહોંચતા એક કલાક લાગ્યો. પ્રદૂષણ પણ ત્રાસદાયક છે. શું ચાલી રહ્યું છે…’

આ પણ વાંચો : બુર્જ ખલીફા રંગાયું ‘પઠાણ’ના રંગે : SRKના સિગ્નેચર પોઝે જીત્યાં ફેન્સના દિલ

સોનમનું આ ટ્વીટ વાંચીને કેટલાક યૂઝર્સે એની ટીકા કરી છે. તો એર યૂઝર્સે તો ટ્વીટ કરતા લખ્યુ છે કે , ‘તારો લંડનનો વિઝા પૂરો થઈ ગયો છે કે શું? તું ભારત પાછી આવી ગઈ કે?’ બીજા અન્ય એક યૂઝરે લખ્યું છે, ‘આને વિકાસ કહેવાય છે, જે અનેક વર્ષો પહેલાં થવો જોઈતો હતો. ઠીક છે હવે મોડું થયું છે. તમે લોકો તો તમારી એસી કારમાં પ્રવાસ કરો છો અને તમને ત્રાસ થાય છે. કલ્પના કરો કે સામાન્ય લોકો કેવી રીતે પ્રવાસ કરતા હશે.’

અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ ત્રણ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી છે. ત્રણ વર્ષમાં સોનમે એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. સોનમ ટૂંક સમયમાં જ ‘બ્લાઈન્ડ’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ જ વર્ષમાં તે રિલીઝ થાય એવી શક્યતાઓ છે. સોનમે 2018ના મે મહિનામાં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં અને બંનેને એક પુત્ર છે.

Back to top button