ટોપ ન્યૂઝનેશનલમનોરંજન

સોનાલી ફોગાટના આજે અંતિમ સંસ્કાર, ગોવાથી હિસ્સાર પહોંચ્યો પાર્થિવ દેહ

Text To Speech

બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના મામલે ગોવા પોલીસે હવે હત્યાનો કેસ નોંધ્યો છે. સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે. સોનાલીના ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે. તેના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

સોનાલી ફોગાટના આજે અંતિમ સંસ્કાર

સોનાલીનો મૃતદેહ 25 ઓગસ્ટે તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે ફોગાટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોનાલી ફોગાટના ભાઈએ ગત કાલે સાંજે 7.15 વાગ્યે ગોવાથી ફ્લાઈટ લીધી હતી અને તે રાત્રે હરિયાણાના હિસ્સાર પહોંચ્યા હતા. સોનાલી ફોગાટના મૃતદેહના અંતિમ સંસ્કાર આજે 26 ઓગસ્ટે તેમના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવશે. સોનાલી સિંહ ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂથન ગામની રહેવાસી હતી. તેના લગ્ન હિસારના હરિતાના સ્વર્ગીય સંજય ફોગટ સાથે થયા હતા. ડિસેમ્બર 2016માં જ્યારે સોનાલી મુંબઈમાં હતી ત્યારે તેના પતિનુ પણ તેના ફાર્મ પર રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયુ હતુ. સોનાલીના પરિવારમાં સાત વર્ષની એક પુત્રી છે.

Back to top button