ટ્રેન્ડિંગમનોરંજન

સોનાક્ષી-ઝહીરે સેલિબ્રેટ કરી ફર્સ્ટ મંથ એનિવર્સરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

Text To Speech
  • સોનાક્ષી-ઝહીરે મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ એક રિસેપ્શન પાર્ટીનું ભવ્ય આયોજન કર્યું હતું. હવે સોનાક્ષી-ઝહીરે તેમની ફર્સ્ટ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન ઘણા કારણોસર ચર્ચામાં રહ્યા. 23 જૂનના રોજ કપલે એક ઈન્ટીમેટ સેરેમની કરીને લગ્ન કર્યા. આ લગ્નમાં તેના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સોનાક્ષી-ઝહીરે મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, ત્યારપછી એક રિસેપ્શન પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. હવે સોનાક્ષી-ઝહીરે તેમની ફર્સ્ટ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે.

કપલે ઉજવી વન મંથ એનિવર્સરી

કપલે લગ્નનો એક મહિનો પૂરો કર્યો છે. લગ્ન બાદ બંને હનીમૂન માટે ફિલિપાઈન્સ ગયા હતા જ્યાંની તસવીરો તેમણે તેમના લગ્નની વન મંથ એનિવર્સરી પર શેર કરી હતી. તાજેતરમાં સોનાક્ષી-ઝહીરે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ કરીને તેમના ફિલિપાઇન્સ વેકેશનની ઝલક શેર કરી છે, જે ખૂબ જ રોમેન્ટિક અને સુંદર દૃશ્યોથી ભરેલી છે. આ તસવીરોમાં કપલ સ્વિમિંગ પૂલમાં કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપી રહ્યું છે. અન્ય તસવીરો લંચ-ડિનરની, મુસાફરી કરતી વખતે અને ક્વોલિટી ટાઈમ વિતાવતા હોવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

ફિલિપાઈન્સમાં સેલિબ્રેટ કર્યું હનીમૂન

સોનાક્ષી સિંહાએ તેની લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે તે લગ્નની ભાગદોડમાંથી બહાર આવી રહી છે અને આ માટે તેણે રજાઓના રૂપમાં ડિટોક્સ ટ્રીટમેન્ટની મદદ લીધી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે અમે અમારા લગ્નનો એક મહિનો આ રીતે ઉજવ્યો જે રીતે અમને સૌથી વધુ કરવાની જરૂર હતી. અમે રિકવર થઈ રહ્યાં છીએ! તેણે આગળ લખ્યું છે કે એક અઠવાડિયામાં અમે શીખ્યા કે વાસ્તવિક આરોગ્યનો અર્થ શું છે, તમારા શરીરને સાંભળો અને તમારા મગજનો પણ ખ્યાલ રાખો. પ્રકૃતિની વચ્ચે જીવવું, યોગ્ય સમયે સુવુ, સમયે જમવું, ડિટોક્સ ટ્રિટમેન્ટ અને ભરપૂર મસાજ હું એકદમ ફ્રેશ અનુભવી રહી છું.

આ પણ વાંચોઃ શું ફરી નજીક આવી રહ્યો છે બચ્ચન-ગાંધી પરિવાર? સંસદમાં દેખાયું શાનદાર બોન્ડિંગ, જુઓ વીડિયો

Back to top button