સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનું રોમાંચક વેકેશન, ફેન્સ માટે પ્રેરણા બન્યું કપલ, જુઓ વીડિયો
- સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનું વેકેશન રોમાંચક રીતે પસાર થઈ રહ્યું છે. તેઓ સમયાંતરે તસવીરો શેર કરીને ફેન્સના ટચમાં પણ રહે છે
HD ન્યુઝ ડેસ્કઃ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની અદ્ભુત ઝલક શેર કરી છે. જેમાં તેમના રોમાંચક વેકેશન અને અંગત અને મજેદાર પળોની ઝલક બતાવવામાં આવી છે. કપલ ઘરની અંદર આરામ કરી રહ્યું છે, ત્યારે દિવાલની બીજી બાજુ ઉભેલો સિંહ જોર જોરથી ગર્જના કરી રહ્યો હતો. આ જોઈને ઝહીર અને સોનાક્ષીએ કહ્યું કે, આ અમારું મોર્નિંગ એલાર્મ છે. જેણે આપણને સુંદર રીતે ઉઠાડ્યા છે.
ઓસ્ટ્રેલિયાની રોમાંચક સફર
સોનાક્ષી અને ઝહીરે આ મહિનાથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તેમની પહેલી મંઝિલ ગ્રેટ બેરિયર રીફ હતી, જ્યાં તેમણે સ્કુબા ડાઈવિંગનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ તેમણએ ક્વીન્સ આઈલેન્ડમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે બાઈકિંગ, પેડલ બોર્ડિંગ અને ડાઈવિંગ જેવી મનોરંજક પ્રવૃત્તિઓની મજા માણી હતી.
લિઝાર્ડ આઇલેન્ડ અને એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો
આ જોડીએ લિઝાર્ડ આઇલેન્ડ પર સનબાથની મજા માણી હતી. તેણે ઓસ્ટ્રેલિયાન રેઈનફોરેસ્ટમાં બંજી જમ્પિંગનો રોમાંચક અનુભવ પણ શેર કર્યો હતો. આટલું જ નહીં તેણે મેલબોર્નમાં ક્રિકેટ મેચની મજા પણ માણી હતી.
View this post on Instagram
ફેન્સ માટે પ્રેરણા બન્યું કપલ
સોનાક્ષી અને ઝહીરની આ સફર માત્ર રોમાંચથી ભરપૂર નહોતી, પરંતુ તેમની જોડીની શાનદાર કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી. તેમના મનોરંજક અનુભવો ચાહકો માટે એક પ્રેરણા છે કે મુસાફરીને માત્ર જોવાલાયક સ્થળો સુધી મર્યાદિત ન રાખો, પરંતુ તેને યાદગાર અને રોમાંચક બનાવો.
સોનાક્ષી અને ઝહીરની ઓસ્ટ્રેલિયાની અદ્ભુત સફર એ દર્શાવ્યું છે કે જ્યારે તમે યોગ્ય જીવનસાથી સાથે હોવ ત્યારે દરેક ક્ષણ ખાસ બની જાય છે. તેમણે જે ઝલક શેર કરી છે તે એક ઉદાહરણ છે કે કેવી રીતે સાહસ અને આરામના સંતુલનને જાળવી રાખીને રજાઓનો આનંદ માણી શકાય છે.
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, રેગ્યુલર જામીન અરજી પર 3 દિવસ પછી થશે નિર્ણય
આ પણ વાંચોઃ સાઉથની આ ફિલ્મ માનવ અંગોની હેરફેર અને ક્રૂરતાથી ભરેલી, જોનારને હચમચાવી નાખશે
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ