ટ્રેન્ડિંગમનોરંજન

પતિ ઝહીર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી સોનાક્ષીએ ન્યુયોર્કથી તસવીરો શેર કરી

Text To Speech
  • સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં આ કપલ લગ્ન બાદ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી રહ્યા છે

23 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં આ કપલ લગ્ન બાદ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી રહ્યા છે. સોનાક્ષી સિંહાએ પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સોનાક્ષીએ વેકેશનની સુંદર તસવીરો શેર કરી

સોનાક્ષીએ હાલમાં તેના વેકેશનની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એક તસવીરમાં ઝહીર ઈકબાલ સોનાક્ષીને ઉંચકી રહ્યો છે અને તેઓ ન્યૂયોર્કના એક વાઈનયાર્ડમાં પોઝ આપી રહ્યા છે. બીજી તસવીરમાં બંને એકબીજાની એકદમ નજીક જોવા મળે છે. આ સિવાય ત્રીજી તસવીરમાં એક ખુશનુમા રેસ્ટોરાંની તસવીર જોવા મળે છે. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

ફેન્સે તસવીરો પર પ્રેમ વરસાવ્યો

આ ફોટો શેર કરતી વખતે સોનાક્ષીએ કેપ્શન આપ્યું હતું કે, ઘર ત્યાં છે જ્યાં દિલ છે અને વિશ્વમાં ગમે તે જગ્યા હોય ત્યાં મારું દિલ મારા ઘર સાથે છે. ફેન્સ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, બંને ખૂબ જ પ્રેમાળ પતિ-પત્ની છે. બીજાએ લખ્યું, હું બિનશરતી પ્રેમ જોઉં છું. આ સાથે અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ આ તસવીરો પર કમેન્ટ કરીને લખ્યું કે, તમે બંને ખૂબ જ સુંદર છો. અન્ય લોકોએ લખ્યું, સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી.

સોનાક્ષીનું કરિયર

જો અભિનેત્રીના કરિયરની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાએ ફિલ્મ છેલ્લે ‘કાકુડા’માં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ આદિત્ય સરપોતદારે ડિરેક્ટ કરી હતી. ‘કાકુડા’ ઉત્તર પ્રદેશના મથુરાના રતોડી ગામ પર આધારિત હતી. જે ZEE5 પર રીલીઝ થઈ હતી. આ સિવાય સોનાક્ષી છેલ્લે વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળી હતી. જે મે 2024માં રીલીઝ થઈ હતી.

આ પણ વાંચોઃ ફેનના સ્પર્શથી હેમા માલિનીને ગુસ્સો આવ્યો, અભિનેત્રીની આ હરકતથી છેડાયો વિવાદ

Back to top button