ઐશ્વર્યા રાય અંગે રાહુલ ગાંધીના નિવેદન પર સિંગર સોના મહાપાત્રા ગુસ્સે ભરાઈ, કહી દીધી આ વાત
મુંબઈ (મહારાષ્ટ્ર), 22 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. રાહુલ પોતાના નિવેદનબાજીને લઈને અવારનવાર વિવાદ સર્જે છે. આ વખતે તેમણે વારંવાર બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનો ઉલ્લેખ કર્યો છે. તેમના નિવેદનની અનેક નેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓએ નિંદા કરી છે. , હવે ગાયિકા સોના મહાપાત્રાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ઉલ્લેખ કર્યા બાદ સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ નેતા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. જેને સોના મહાપાત્રાએ અપમાનજનક ગણાવ્યું હતું અને અભિનેત્રીનો પક્ષ લેતા કહ્યું કે, રાજકીય લાભ માટે નેતાઓઓ મહિલાઓનું અપમાન કરવું બંધ પડશે.
રાહુલ ગાંધી પર સોના મહાપાત્રા ગુસ્સે ભરાઈ
What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾
— Sona Mohapatra (@sonamohapatra) February 21, 2024
સોના મહાપાત્રાએ પોતાના X પર લખ્યું, લાભ મેળવવા માટે નેતાઓ તેમના ભાષણમાં મહિલાઓનું અપમાન કરી રહ્યા છે, તેનું કારણ શું છે? પ્રિય રાહુલ ગાંધી, ચોક્કસ કોઈએ તમારી માતા અને બહેનનું ભૂતકાળમાં આવી જ રીતે અપમાન કર્યું હશે, આ વિશે તમને વધારે ખ્યાલ હશે? આ ઉપરાંત ઐશ્વર્યા રાય ખૂબ જ શાનદાર ડાન્સર છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન તાજેતરમાં જાહેર સંબોધનમાં રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં આયોજિત ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
રામલલાના સમારોહમાં ઐશ્વર્યા રાયનો ઉલ્લેખ કર્યો હતો
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે ઓબીસી અને દલિતો જેઓ દેશની વસ્તીના 73% હિસ્સો ધરાવે છે. તે ભવ્ય સમારોહમાં ગેરહાજર હતા જેમાં અબજોપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, શું તમે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોયો? શું ત્યાં એક પણ OBC ચહેરો હતો? જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને નરેન્દ્ર મોદી હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું, ‘ટેલિવિઝન ચેનલો માત્ર ઐશ્વર્યાનો ડાન્સ બતાવે છે. તેઓ ગરીબ લોકો વિશે કશું બતાવતા નથી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના માનહાનિના કેસમાં મળ્યા જામીન