પિતા એસ્કેલેટર પર ચઢી રહ્યા હતા, દીકરો ખોળામાંથી સરકીને 40 ફૂટ નીચે પટકાતા ગુમાવ્યો જીવ
રાયપુર (છત્તીસગઢ), 20 માર્ચ: છત્તીસગઢના રાયપુરના સિટી સેન્ટર મોલમાંથી આત્મા કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એસ્કેલેટર પર ચડતી વખતે એક વર્ષનો બાળક તેના પિતાના ખોળામાંથી સરકીને 40 ફૂટ નીચે પડ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. માસૂમ બાળક મોલના ત્રીજા માળેથી એસ્કેલેટર પરથી સીધો જમીન પર પટકાયો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
બાળક ત્રણ માળેથી નીચે પડી ગયું હતું
રાયપુર સિટી સેન્ટ્રલ મોલના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના બાળકને ખોળામાં લઈને ઉભો છે અને તેની સાથે તેનું 5 વર્ષનું બાળક પણ છે. આ દરમિયાન પિતા તેના 5 વર્ષના બાળકને એસ્કેલેટર પર લઈ ચડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાળકને મદદ કરાવવાના ચક્કરમાં પિતાના હાથમાંથી બીજો નાનકડો દીકરો હાથમાંથી સરકીને નીચે પડ્યો હતો. આ પછી તરત જ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો.
બાળકની માતા બેહોશ થઈ ગઈ
આઘાતમાં આવેલી માતા આક્રંદ કરીને ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. ઘટના બાદ દેવેન્દ્રનગર પોલીસની ટીમ મોલમાં પહોંચી હતી અને ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે મંગળવારે સાંજે લગભગ 7:30 વાગ્યે રાજન કુમાર એક વર્ષના રાજવીર અને પરિવારના અન્ય સભ્યો સાથે મોલમાં આવ્યા હતા. ત્રીજા માળે ખરીદી કર્યા બાદ તે એસ્કેલેટર દ્વારા ચોથા માળે જઈ રહ્યો હતો. રાજવીર તેના ખોળામાં હતો. આ દરમિયાન તેની સાથે એક પાંચ વર્ષનો બાળક પણ એસ્કેલેટર પર ચડવા લાગ્યો. તેને સંભાળવાનો પ્રયાસ કરતી વખતે રાજવીર ખોળામાંથી 40 ફૂટ સીધો નીચે પટકાયો હતો
થોડી જ વારમાં મોલ ખાલી થઈ ગયો
દીકરો પડ્યા બાદ ત્યાં હાજર દુકાનદારો અને ખરીદી માટે આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. દરેક જણ બાળકના સ્વાસ્થ્યની કામના કરવા લાગ્યા. જો કે થોડા સમય બાદ બાળકના મૃત્યુના સમાચાર મળતા જ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને મોલ ખાલીખમ થઈ ગયો હતો.
આ પણ વાંચો: ક્રેશ થયાની ગણતરીની સેકન્ડો પહેલા પેસેન્જર્સ પ્લેનમાંથી કૂદી પડ્યા, જૂઓ આ વીડિયો