દિલ્હીમાં શાહરૂખ અને ગૌરી રહેતા હતા તે ફ્લેટમાં હવે દિકરા આર્યનનું રોકાણ, કરોડોમાં છે કિંમત
- આર્યન ખાન હીરો તરીકે નહિ, પરંતુ ડિરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં આવશે. હવે તેની સાથે જોડાયેલા એક ખાસ સમાચાર આવી રહ્યા છે કે તેણે દિલ્હીમાં કરોડોની કિંમતની પ્રોપર્ટી ખરીદી છે
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો લાડકો પુત્ર આર્યન ખાન પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે, પરંતુ તે ઈન્ડસ્ટ્રીમાં પરદા સામે નહીં, કેમેરાની પાછળથી એન્ટ્રી કરશે. આર્યન ખાન હીરો તરીકે નહિ, પરંતુ ડિરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં આવશે. હવે તેની સાથે જોડાયેલા એક ખાસ સમાચાર આવી રહ્યા છે કે તેણે દિલ્હીમાં કરોડોની કિંમતની પ્રોપર્ટી ખરીદી છે. આ મિલકત તેના માટે ખૂબ જ ખાસ છે.
રિપોર્ટ્સ મુજબ આર્યને દિલ્હીમાં એક એપાર્ટમેન્ટમાં બે ફ્લોર ખરીદ્યા છે,જેની કિંમત લગભગ 37 કરોડ રૂપિયા છે. આ એપાર્ટમેન્ટ એ બિલ્ડિંગમાં છે જ્યાં આર્યનના મમ્મી પપ્પા ગૌરી અને શાહરૂખે યાદગાર પળો વીતાવી હતી.
આર્યનએ ખરીદ્યા 2 ફ્લેટ
આર્યને દિલ્હીના પંચશીલ પાર્કમાં આ પ્રોપર્ટી ખરીદી છે. તેમાં શાહરૂખ ખાન પહેલેથી જ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટનો માલિક છે. અહેવાલો કહે છે કે આર્યનએ મે 2024માં આ બે ફ્લોર માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે ₹2.64 કરોડ ચૂકવ્યા છે. આ એ જ એપાર્ટમેન્ટ છે જ્યાં શાહરૂખ અને ગૌરી તેમના જીવનના શરૂઆતના દિવસોમાં રહેતા હતા. ગૌરીએ પોતાની ખાસ પળોને સાચવવા માટે આ ઘર જાતે જ ડિઝાઈન કર્યું છે. શાહરૂખ અને ગૌરીની મુલાકાત દિલ્હીમાં જ થઈ હતી.
સુહાના પણ કરી ચૂકી છે રોકાણ
શાહરૂખના બાળકો સુહાના ખાન અને આર્યને તાજેતરમાં જ અનેક રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સુહાનાએ મહારાષ્ટ્રના અલીબાગમાં 12.91 કરોડમાં જમીન ખરીદી હતી. એક વર્ષ બાદ ફેબ્રુઆરી, 2024માં તેણે મુંબઈ પાસે સમુદ્ર તટ પર એક પ્રોપર્ટી ખરીદી હચી
સુહાનાએ પણ રોકાણ કર્યું છે
શાહરૂખના બાળકો, સુહાના ખાન અને આર્યનએ તાજેતરના મહિનાઓમાં ઘણાં રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સુહાનાએ મહારાષ્ટ્રના અલીબાગમાં ₹12.91 કરોડમાં એક ફાર્મ ખરીદ્યું હતું. એક વર્ષ પછી, ફેબ્રુઆરી 2024 માં, તેણે મુંબઈ નજીક બીચ પર એક મિલકત ખરીદી હતી.
આ પણ વાંચોઃ મને સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે, રણબીર કપૂરે જણાવ્યો તેનો ભગવાન સાથેનો સંબંધ