પિતૃ દોષ કે કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા સોમવતી અમાસે કરો આ ઉપાય
વર્ષ 2023ની પહેલી સોમવતી અમાસ 20 ફેબ્રુઆરીના રોજ છે. મહા વદની અમાસે પવિત્ર નદીઓમાં સ્નાન, ધ્યાન અને જપ-તપ કરવાની પરંપરા છે. સાથે સાથે પિતૃઓના તર્પણ માટે પણ આ અમાસ મહત્ત્વની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે પર કાલસર્પ દોષ અને પિતૃદોષથી મુક્તિ માટેના ઉપાયો કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પુજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. કેટલાક ઉપાયો કરવાથી કાલસર્પ દોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે સુખ-સમૃદ્ધિમાં વધારાના યોગ પણ બને છે.
પિતૃ દોષ માટે
સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે જળ અને દુધ ચઢાવો. ત્યારબાદ પાંચ પ્રકારની મીઠાઇ અર્પિત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુનુ ધ્યાન ધરતા એક જનોઇ પણ પીપળાને ચઢાવો અને દીવો કરો. ત્યારબાદ 108 વખત ‘ॐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જપ કરો. ત્યારબાદ પીપળાના ઝાડ પર બેઠેલા કાગડાઓને અને જળાશળોની માછલીઓને ચોખા અને ઘીમાંથી બનાયેલા લાડુ ખવડાવો. આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં તરક્કીના માર્ગ ખુલે છે.
સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં ગાયના છાણાની ધુણી કરી કેસર યુક્ત ખીર તેને અર્પણ કરો અને હાથ જોડતા અજાણ્યા અપરાધોની ક્ષમા માંગો. આમ કરવાથી પિતૃ દોષ દુર થાય છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
કાળસર્પમાંથી મુક્તિ મેળવો આ રીતે
સોમવતી અમાસના દિવસે સવારે ભગવાન શિવની પુજા અર્ચના કરીને રુદ્રાભિષેક કરો. ત્યારબાદ કોઇ તીર્થ સ્થાન પર જઇને ચાંદીના બનેલા નાગ-નાગણીના જોડાની પુજા કરો. ત્યારબાદ નાગ-નાગણીને નદીમાં વહાવી દો. ત્યારબાદ હાથ જોડીને કાલસર્પ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી કાળસર્પ દોષમાંથી મુક્તિ મળશે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થશે.
સારા આરોગ્ય માટે
આ ખુબ પ્રચલિત માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે સુતરનો દોરો લઇને પીપળાની ફરતે બાંધી દો. તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને શનિ દોષ પણ દુર થાય છે. જીવનમાં નોકરી-વેપારમાં પણ સારો સમય આવે છે.
જીવનમાં આર્થિક સંપન્નતા મેળવવા માટે અને પિતૃદોષથી મુક્તિ માટે પાંચ રંગની મીઠાઇ પીપળાના ઝાડ નીચે રાખો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન ધરો, તર્પણ કરો. પછી તે પ્રસાદ ગરીબો અને બ્રાહ્મણોમાં વહેંચી દો. આમ કરવાથી પરિવારમાં સમૃદ્ધિ આવશે.