ગુજરાતટોપ ન્યૂઝ

સોમનાથમાં ભવ્ય રોડ શો બાદ પીએમ મોદીએ દાદાના દર્શન કર્યા

Somnath Amritparv 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થશે.

આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવશે. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે.

સોમનાથમાં વડાપ્રધાન મોદીને આવકારવા માટે જનમેદનીનું ઘોડાપૂર ઉમટ્યું છે. વડાપ્રધાને ખુલ્લી જીપમાં રોડ શો કરીને સૌનું અભિવાદન ઝીલ્યું છે. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હાજર છે.

પીએમ મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ થયો છે. તેઓ મંદિર પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા હતા.
Back to top button