ક્યાંક તમે ખુદ તો નથી ઘટાડી રહ્યા ને તમારા બાળકનો કોન્ફિડન્સ?
- ઘણી વખત માતા-પિતા બાળકનું કોન્ફિડન્સ લેવલ ઘટવા પાછળનું કારણ બની જાય છે
- બાળકોનો આત્મવિશ્વાસ વધે તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ
- બાળકોની ભુલ પર જાહેરમાં ગુસ્સો કરવાથી તેઓ તમને કંઇ કહેતા ડરે છે
જો તમારુ બાળક બીજા લોકો સામે તેની વાત યોગ્ય રીતે રાખી શકતો ન હોય અથવા તો બીજા બાળક સાથે વાત કરવામાં ગભરાતો હોય કે શરમ અનુભવતો હોય તો તમારે તેનો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. ઘણી વખત પરિવાર, મિત્રો, સંબંધીઓ કે પછી શિક્ષકો બાળકનું કોન્ફિડન્સ લેવલ ઘટવા પાછળનું કારણ બની જતા હોય છે. બાળકોમાં કોન્ફિડન્સ જાળવી રાખવા માટે એ વાતો જાણવી જરૂરી છે કે કઇ બાબતો બાળકોના આત્મવિશ્વાસને ઘટાડે છે.
ભુલ પર ગુસ્સો કરવો
બાળકો સ્વભાવથી જ તોફાની હોય છે, પરંતુ તેઓ ભુલ કરે અને તમે લોકોની સામે તેની પર ગુસ્સો કરવા લાગો તો તેનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. આવા સંજોગોમાં બાળકને સુધારવા માટે તે એકલુ હોય ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરો. તેને સમજાવો કે તેની શું ભુલ થઇ છે.
તુલના ન કરો
ક્યારેય પણ તમારા બાળકની તુલના અન્ય બાળકો સાથે ન કરો. ધ્યાન રાખો કે દરેક બાળકમાં એક અલગ ગુણ હોય છે. તેની પર ક્યારેય અન્ય બાળક જેવું બને તેવુ દબાણ ન કરો.
ખુબ જ કેરિંગ હોવુ
જો તમે તમારા બાળકની ખુબ જ પરવાહ કરતા હોય, તે બોલે તે પહેલા તેનુ કામ પતાવી દેતા હો તો તેની અસર પણ તેના કોન્ફિડન્સ પર પડે છે. આમ કરવાથી બાળક પોતાના દરેક કામ માટે માતા પિતા પર નિર્ભર થઇ જાય છે.
પ્રોત્સાહનની કમી
બાળકોને પ્રોત્સાહિત કરવા પર તેમનો આત્મવિશ્વાસ વધે છે. આવા સંજોગોમાં હંમેશા બાળકોની દરેક નાની નાની ઉપલબ્ધિઓ પર તેમના વખાણ કરો. આમ ન કરવા પર તેમનું મનોબળ ઘટવા લાગે છે.
આ પણ વાંચોઃ હાઇ બીપી અને ડાયાબિટીસ ભગાડશે આ સીઝનનું ફળ જાંબુ