કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટી
પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 30મી એપ્રિલ સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવશે


- સમારકામને કારણે હવે ચાર ટ્રેન 30 એપ્રિલ સુધી સંપૂર્ણ રદ
ભાવનગર, 20 માર્ચઃ રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે પશ્ચિમ રેલવેએ પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને માર્ચ મહિનાના અંત સુધી અર્થાત 30 એપ્રિલ, 2024 સુધી સંપૂર્ણ રદ કરવામાં આવી છે.
અગાઉ આ જ કારણસર આ ચાર ટ્રેન 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે આ સમયગાળો 30.04.2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણોસર હવે નીચેની ટ્રેનો 30.04.2024 સુધી સંપૂર્ણપણે રદ રહેશે:-
1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર – કાનાલુસ – પોરબંદર
2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર – ભાણવડ – પોરબંદર
3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર – ભાણવડ – પોરબંદર
4. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર – ભાવનગર – પોરબંદર
આ પણ વાંચોઃ ભગવાન ચારભુજાનાથની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ચિત્તોડગઢમાં તંગદિલી, 1નું મૃત્યુ