જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ ખાસ વાંચો,ભારે વરસાદને કારણે મીટરગેજ સેક્શનની કેટલીક ટ્રેનો રદ
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન પર ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે પાટા ધોવાઈ ગયા છે.આ સ્થિતિને કારણે મીટરગેજ સેક્શનની 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેકને રિપેર કરવાનું કામ સતત ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જો કે, આ કામગીરીમાં સમય લાગી રહ્યો હોવાથી જૂનાગઢ-વિસાવદર સેક્શનને બાદ કરતાં મીટરગેજ સેક્શનની 4 ટ્રેનો રદ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા
2. ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ
3. ટ્રેન નંબર 09539 અમરેલી – જૂનાગઢ
4. ટ્રેન નંબર 09540 જૂનાગઢ – અમરેલી
રેલવે વિભાગની મુસાફરોને વિનંતી
મહત્વનું છે કે,રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
ભારે વરસાદની એસ.ટી વ્યવહાર પર અસર જોવા મળી
આ સાથે રાજ્યમાં ભારે વરસાદને લઈને એસ.ટી વ્યવહાર પર અસર પડી છે. જુનાગઢ તરફની એસયટી બસોની 259 જેટલી ટ્રીપ રદ કરાઇ છે. ભારે વરસાદના પગલે એસ ટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તો નવસારી તરફ 10 જેટલી ટ્રિપો રદ કરાઈ છે. ભારે વરસાદને લઈને જરૂર જણાશે તે પ્રમાણે પગલા લેવાશે.
આ પણ વાંચો : તથ્ય પટેલે પાછલા મહિને જ ઓવરસ્પીડના નિયમને 25 વખત તોડ્યો; ન થઈ એક પણ વખત કાર્યવાહી!