ગુજરાતટ્રેન્ડિંગ

ISKP સાથે સુરતના કેટલાક યુવક જોડાયા હોવાની શંકા

Text To Speech
  • ATSએ ઝડપી પાડેલી સુમેરાબાનુના મોબાઈલમાંથી 5થી 7 જુદા જુદા ગ્રુપ પકડાયા હતા.

આંતકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)ના સૂત્રધાર ઝુબેર મુનશીએ સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવ્યું હતું. જેમાં ધર્મના નામે બ્રેન વોશ કરવામાં આવતું હતું. સૂત્રધારની સાગરીત સુમેરાબાનુના મોબાઈલમાંથી 5થી 7 ગ્રુપ મળી આવ્યા છે. આ તમામ ગ્રુપની પ્રવૃત્તિની ATSએ તપાસ શરુ કરી છે. હવે આ ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ શરુ કરવામાં આવશે.

ગયા શુક્રવારે એટીએસએ સુરતમાંથી આઈએસકેપીની મહિલા સભ્ય સુમેરાબાનુ મલેકને ઝડપી પાડી હતી. તેણે આતંકી ઝુબેસને કહ્યું હતું કે, તે ઈચ્છે તે સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની પણ તેની તૈયારી હતી.

આ પણ વાંચો: 16-17 જૂને ગુજરાતના આ જીલ્લામાં અતિભારે વરસાદ પડશે

Back to top button