રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: કોઈ ગળે મળ્યું તો કોઈ ભાવુક થયું, જૂઓ Photos
અયોધ્યા, 22 જાન્યુઆરી: અયોધ્યાના નવા મંદિરમાં રામ લલ્લાના બિરાજમાન થયા છે. વર્ષોથી જોવાઈ રહેલી આતુરતાનો અંત આવ્યો છે. દેશમાં જ નહીં દુનિયાભરમાં રામ મય માહોલ છવાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અંદર રામલલાની મૂર્તિનો અભિષેક કર્યો. આ દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત અને મંદિરના પૂજારી હાજર હતા. અભિષેક બાદ રામલલાની પ્રથમ ઝલક સામે આવી છે. જે તસવીર સામે આવી છે તેમાં રામલલાનો દેખાવ ખૂબ જ આકર્ષક અને આંખોને આનંદ આપનારો છે. આ ઐતિહાસિક ઘડીમાં એવા પ્રસંગો બન્યા છે તમામના ચહેરા પર ખુશી અને દિલમાં ભાવુકતા પેદા કરી દેશે. જૂઓ એવા જ કેટલાક ખાસ મૂવમેન્ટ્સને તસવીરોમાં….
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા અને PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.
PM મોદી આરતી ઉતારી ભાવુક થઈ ગયા હતા.પીએમ મોદી દ્વારા ગર્ભગૃહમાં કરવામાં આવી રહેલી પૂજા દરમિયાન, ફક્ત યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસના વડા મોહન ભાગવત અને કેટલાક પૂજારીઓ જેમણે પૂજાનું સંચાલન કરી રહ્યા હતા તે જ હાજર હતા.
ભગવાન શ્રીરામના નેત્રો પરથી પાટા દૂર થયા છે. મંત્રમુગ્ધ કરી દેતી તસવીર બહાર આવી છે.
અભિષેક બાદ રામ ભક્તિમાં લીન પીએમ મોદીએ સાષ્ટાંગ પ્રણામ કર્યું હતું.
સપનું સાકાર થતાં જ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પોતાના આંસુ રોકી શક્યા નહીં, એકબીજાને ગળે લગાડીને ભાવુક થયા હતા.
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે તેમના સમગ્ર પરિવાર સાથે આ ફંક્શનમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પત્ની નીતા અંબાણી અને પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા પણ તેમની સાથે રહ્યા હતા.
રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડની હસ્તીઓ પણ અયોધ્યા પહોંચી હતી.
આ ઐતિહાસિક સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ તૈયાર કરાયું હતું. સેંકડો લોકો આજે અયોધ્યામાં આ પળના સાક્ષી બન્યા હતા.
બોલિવૂડના પીઢ અભિનેતા અમિતાભ, એક્ટર અભિષેક બચ્ચન અને બિઝનેસમેન અનિલ અંબાણી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: શ્રીરામના ચરણોમાં PM મોદીના દંડવતઃ 11 દિવસના અનુષ્ઠાનના પારણાં