ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Google Chrome ના ડેટા ચોરી થાય એ પહેલા જાણી લો કેટલાક સિક્યોરિટી સ્ટેપ્સ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 3 મે: Google Chromeમાં નવી અપડેટ આવી ગઈ છે. CERT-In (કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ)એ Google Chrome વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં સુરક્ષાને લઈને ખામીઓ જોવા મળતા ચેતવણી જારી કરી છે. આ ખામીઓનો ઉપયોગ હેકર્સ દ્વારા મનસ્વી પણે કોડને એક્ઝિક્યુટ કરવા , ડિનાયલ ઑફ સર્વિસ (DOS) શરતને ટ્રિગર કરવા, સંવેદનશીલ માહિતી મેળવવા અને ટાર્ગેટ સિસ્ટમ પરના પ્રતિબંધોને બાયપાસ કરવા માટે થઈ શકે છે.આથી Chrome યુઝર્સ માટે સેફ્ટીને ધ્યાને રાખતાં તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. જ્યારે પણ નવા સુરક્ષા પેચ રીલીઝ થાય ત્યારે તમારા તરત જ બ્રાઉઝરને અપડેટ કરો.

Google Chrome વાપરતા કરોડો લોકો પર સુરક્ષાનો ખતરો મંડરાઈ રહેલો છે. ભારત સરકારે પણ આ અંગે ચેતાવણી જારી કરી છે. હેકર્સ સામે આવેલી આ ખામીઓેનો લાભ લઈ શકે છે અને તમારી સિસ્ટમમાંથી ડેટા કાઢી શકે છે. આ ડેટામાં લૉગિન ક્રેડેન્શિયલ અને ફાઈનાન્શિયલ ડીટેલનો પણ સમાવેશ થાય છે. Windows અને Mac માટે 124.0.6357.78/.79 પહેલાંના Google Chrome વર્ઝન અને Linux માટે 124.0.6367.78 પહેલાંના Google Chrome વર્ઝન પ્રભાવિત થયા છે. હેકર્સ ગમે ત્યાંથી આ ખામીનો ગેરલાભ લઈ શકે છે. આવી સ્થિતિમાં સાવધ રહેવાની ખૂબ જ જરૂર છે.

સેફ્ટિ માટે તરત જ આ કામ કરો

CERT-Inએ ક્રોમ યુઝર્સને મળતી સિક્યોરિટી અપડેટને તરત જ અપડેટ કરવાની સલાહ આપી છે. આથી તમારે પણ ગુગલ તરફથી જ્યારે પણ કોઈ નવા સિક્યોરિટી પેચ રિલીઝ કરાય ત્યારે તરત જ પોતાના બ્રાઉઝરને અપડેટ કરો. તમે તેને મેન્યુઅલી પણ અપડેટ કરી શકો છો.  Google

કેવી રીતે કરશો આ અપડેટ

  1. પહેલા ગુગલ ક્રોમ ઓપન કરો.
  2. ગુગલ ક્રોમમાં ડ્રોપ-ડાઉન મેનુમાં જવા માટે ટોપ રાઈટ કોર્નરમાં આવેલા 3 ડોટ પર ક્લિક કરો.
  3. ત્યાર પછી હેલ્પ ઓપ્શન પર ક્લિક કરો.
  4. હવે સબ મેનુ આવશે તેમાં ‘About Google Chrome’ પર ક્લિક કરો.
  5. ગુગલ ક્રોમ ઓટોમેટીક અપડેટ ચેક કરવા લાગશે અને અપડેટ થયા પછી ઈન્સ્ટોલેશન પ્રોસેસ શરુ થશે.
  6. એકવાર અપડેટ પુરુ થઈ ગયા પછી, Google Chromeનું લેટેસ્ટ વર્જન યુઝ કરવા માટે ફરીવાર રિ-લોન્ચ પર ક્લિક કરો.
  7. જો તમે તમારા ફોનમાં ગુગલ ક્રોમ વાપરતા હોવ તો, પ્લે સ્ટોરમાં જઈને પણ ગુગલ ક્રોમ અપડેટ કરી શકો છો. 

આ પણ વાંચો: હવે નંબર સેવ નહીં હોય તો પણ દેખાશે કૉલ કરનારનું નામ, જાણો કેવી રીતે

Back to top button