અમદાવાદના આઈકોનિક ગણાતા સિંધુ ભવન રોડ અને બોડકદેવના અમુક માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન માર્ગ અને બોડકદેવના અમુક વિસ્તાર 12 જાન્યુઆરીના દિવસે મર્યાદિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે. કારણ કે આરોગ્ય તથા તંદુરસ્તીની જાગૃતિ લાવવા બોડકદેવ-સિંધુભવન રોડ ઉપર એક પ્રાઇવેટ કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે માહિતી આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.
અમદાવાદીઓ સૌથી વધારે શનિવાર અને રવિવાર સિંધુભવન જતાં હોય છે જેમના માટે આ સમાચાર ખાસ હોય શકે છે. કારણ કે અમદાવાદમાં આગામી 12 જાન્યુઆરીએ એટલે આવતીકાલે આરોગ્ય અને તંદુરસ્તીની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સિંધુભવન અને બોડકદેવના અમુક વિસ્તાર મર્યાદિત સમય માટે બંધ કરી વૈકલ્પિક માર્ગની પણ સુવિધા આપવામાં આવી છે. કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારા લોકોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
જાણો કયા રસ્તા રહેશે બંધ
ઓરનેટ પાર્ક-2 સામે ગ્રાઉન્ડથી ચાઇનીઝ મેક્ષીકન ચાર રસ્તાથી ઓરનેટ પાર્ક કટથી જમણી બાજુના તાજ સ્કાય લાઇન તરફના જમણી બાજુના રોડ બંધ રહેશે. બાગબાન ચાર રસ્તાથી સિલ્વર રેડીયન્સ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી રેલ્વે ઓવરબ્રિજ થઈ શુકન મોલ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સાયન્સ સીટી રોડ થઇ સાયન્સ સીટી બસ સ્ટેન્ડ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સાયન્સ સીટી ગેટ નં.5 સામે થઈ અમાયા નવી બનતી સાઇડ સુધીનો ડાબી બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
જાણો શું છે વૈકલ્પિક રસ્તો
આ રૂટના વૈકલ્પિક માર્ગ તરીકે આ રૂટ ઉપરના જમણી બાજુના માર્ગ/રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે. ઓરનેટ પાર્ક-2 સામે ગ્રાઉન્ડ થી ચાઇનીઝ મેક્ષીકન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ગ્રીન ફિલ્ડ બંગલો થઇ શોહમ પ્રેટીસ ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. ઓરનેટ પાર્ક-૨ સામે ગ્રાઉન્ડ થઇ મેપલ કાઉન્ટી ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી બોડકદેવ પોલીસ સ્ટેશન સામે થઇ તશશિલા ચાર રસ્તા સુધીના રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો…ગુજરાતીઓ માટે મહત્ત્વના સમાચાર: રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ