ટોપ ન્યૂઝનેશનલ

અમુક લોકો 80 વર્ષના હોવા છતાં નિવૃત્ત થવા માંગતા, શરદ પવાર ઉપર ભત્રીજા અજિતનો કટાક્ષ

Text To Speech

નવી મુંબઈ, 7 જાન્યુઆરી : NCPથી અલગ થયેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આડકતરી રીતે તેમના જ કાકા અને NCPના સ્થાપક શરદ પવાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે 80 વર્ષની ઉંમર હોવા છતાં કેટલાક લોકોનો રાજનીતિથી મોહભંગ થતો નથી. આવા લોકો નિવૃત્ત થવા તૈયાર નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના કર્મચારીઓ 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. અજિત પવારે કહ્યું કે અમે અહીં કામ કરવા આવ્યા છીએ. અમે લોકોની સેવા કરવા સરકારમાં જોડાયા છીએ. સરકારમાં રહીને જ ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે અમે સરકારમાં જોડાયા છીએ.

કાકા પર અજિતનો આડકતરો હુમલો

NCPથી અલગ થયેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે મોટાભાગના લોકો 75 વર્ષની વયે તેમના સક્રિય વ્યવસાયમાંથી નિવૃત્ત થાય છે, પરંતુ કેટલાક લોકો 84 વર્ષની વયે પણ નિવૃત્ત થવા તૈયાર નથી. અજિત પવારની આ ટિપ્પણી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે આવી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર અને કેટલાક સમર્થિત ધારાસભ્યો ગયા જુલાઈમાં મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર દાવો કર્યો હતો. એનસીપીના સ્થાપક શરદ પવારે આ પગલાને ચૂંટણી પંચમાં પડકાર્યો હતો.

મનોજ જરાંગેને પણ આડકતરી ચેતવણી

બીજી તરફ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે અજિત પવારે મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા સામાજિક કાર્યકર્તા મનોજ જરાંગેને આડકતરી ચેતવણી આપી છે. અજિત પવારે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં મરાઠા સમુદાયની અનામતની માંગને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો પોતાની માંગણી ઉઠાવવા માટે મુંબઈ આવવાની વાત કરે છે. કાયદો હાથમાં લેવાનો પ્રયાસ થશે તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

Back to top button