- દાહોદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા
- શહેરમાં 10 અડચણ રૂપ શોપિંગ સેન્ટર જમીનદોસ્ત કરાયા
- સામાજીક જવાબદારી નિભાવી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની બાહેધરી આપી
દાહોદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે. બીજી તરફ્ ગત રાત્રે નગીના મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લીમ બિરાદરોએ જાતે જ ઉતારી લઇ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે. જો કે કેટલુ દબાણ છે તે વિશે થોડી અસમંજસ છે તેમ છતાં સમાજના અગ્રણીએ તમામ રીતે સહકાર આવપાની જાહેરાત કરી છે. સામાજીક જવાબદારી નિભાવી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની બાહેધરી આપી છે.
આ પણ વાંચો: દેડિયાપાડામાં તૂટેલા ચેકડેમથી પાણી માટે હાલાકી, ખેડૂતો બેહાલ
રાત્રે નગીના મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લીમ બિરાદરોએ જાતે જ ઉતારી લીધો
દાહોદમાં દબાણ હટાવ ઝુંબેશષ્ઠીટ હવે કયા વિસ્તારનો વારો આવશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ્ તંત્રએ નક્કી કરેલા ધાર્મિક દબાણો હટાવવા તે થોડી અઘરી પ્રક્રિયા લાગી રહી છે. પરંતુ ગત રાત્રે નગીના મસ્જીદનો કેટલોક ભાગ મુસ્લીમ બિરાદરોએ જાતે જ ઉતારી લીધો હતો. જો કે કેટલુ દબાણ છે તે વિશે થોડી અસમંજસ છે તેમ છતાં અગ્રણીએ તમામ રીતે સહકાર આવપાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: આ શહેરના 60 ટકા કરતા વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ
તંત્ર દ્વારા રસ્તા પહોળા કરવા માટે સરેઆમ કરેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દીધુ
દાહોદ શહેરમાં તંત્ર દ્વારા રસ્તા પહોળા કરવા માટે સરેઆમ કરેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દીધુ છે અને તેમાં મોટા ભાગના પાકા દબાણોનો નાશ કરવામાં આવ્યો છે જેના કારણે બીજી સમસ્યાઓ પણ સર્જાઇ છે પરંતુ હાલ શહેરમાં તંત્ર દ્રારા એક જ મુદ્દાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગત બે દિવસમાં સરકારી હથોડો ફરી વળતા પાલિકા ચોકથી માંડી સ્ટેશન રોડ વિસ્તાર ખંડેર ભાસી રહ્યો છે ત્યારે આજે કોઇ નવી કામગીરી કરવાને બદલે કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પરિવારોની ગમગીની વચ્ચે મોટી સંખ્યામાં દબાણો દુર કરી દેવામાં આવ્યા
વાણિજ્યિક દબાણો દુર કરવા સરળ છે અને વેપારીઓ તેમજ તેમના પરિવારોની ગમગીની વચ્ચે મોટી સંખ્યામાં દબાણો દુર કરી દેવામાં આવ્યા છે. ત્યારે તંત્ર માટે મથામણનો સવાલ ધાર્મિક દબાણો દુર કરવાનો છે કારણ કે ધાર્મિક સ્થાનો જેવા કે મંદિર, મસ્જીદ, દેરી, દરગાહ કે મઝાર અથવા તો દેવળ હોય તો તેની સાથે જે તે સમુદાય કે સમાજના લોકોની આસ્થા જોડાયેલી હોય છે તેના કારણે આવા સ્થાનો દુર કરતી વખતે કેટલીક વાર વિરોધનો સામનો કરવો પડતો હોય છે. તેવા સમયે દાહોદમાં પણ આવા કેટલાક સ્થાનો હોવાનુ ધ્યાને આવ્યુ છે અને તંત્ર દ્વારા ગહન વિચાર વિમર્શ થઇ રહ્યો છે.
મુસ્લિમ બિરાદરોએ સ્વયંભુ કેટલોક ભાગ દુર કરીને એક પ્રસંશનીય કાર્ય કર્યું
જો કે કયા વિસ્તારમાં કેટલા અને કયા સ્થાનો છે તે હજી જાહેર કરાયુ નથી પરંતુ તેના માટે જવાબદારો આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અને કોઇ પણ પ્રકારની વિસંગતતા કે જોર જબરદસ્તીને બદલે સમજાવટને જ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ એક ઉચ્ચ અધિકારી દ્રારા જાણવા મળ્યુ છે. સ્ટેશન રોડ ઉપર જ નગીના મસ્જીદ આવેલી છે જેના પર પણ તંત્ર દ્વારા માર્કિંગ કરવામાં આવેલુ હતુ.ત્યારે ગઇ કાલે શુક્રવારે જ મુસ્લિમ બિરાદરોએ સ્વયંભુ કેટલોક ભાગ દુર કરીને એક પ્રસંશનીય ઉદાહરણ દાહોદને પુરૂ પાડયુ છે. એક અગ્રણીએ એમ પણ જણાવ્યુ હતુ કે સમગ્ર કામગીરીમાં સમાજનો સંપૂર્ણ સહકાર રહેશે અને મસ્જીદ મામલે અધિકારી સાથે વાત કરીને આગળની કાર્યવાહી પણ જો કરવાની થતી હશે તો કરવામાં આવશે. આમ શહેરના વિકાસમાં તંત્રને સહયોગ કરવાની સમગ્ર સમાજે તૈયારી બતાવી છે તેમાંયે યુવાનોએ જાતે જ કામગીરી ઉપાડી લીધી હતી.