ગુજરાતદિવાળી

રાજ્ય સરકારની કચેરીઓના અમુક અધિકારીઓ, કર્મચારીઓએ સળંગ 10 દિવસની રજાનો લીધો લાભ

Text To Speech

દિવાળીના તહેવારોમાં ફરવાનો ક્રેઝ વિશેષ છે જેને ધ્યાનમાં રાખી સૌથી મોટુ પરિબળ સરકારી કર્મચારીઓ ઉપર નિર્ભર છે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ વચ્ચે રજાનું મોટુ અંતર છે જેમાં કેન્દ્ર સરકાર તરફથી બેન્કો તેમજ અન્ય કચેરીઓમાં મંગળવારે રાબેતા મુજબ કામગીરી શરુ રહેશે. રાજ્ય સરકારની કચેરીઓમાં ગત શનિવારથી બુધવાર સુધી જાહેર રજા છે મંગળવારની સરકારે રજા જાહેર કરી દેતાં પાંચ દિવસની સળંગ રજાનો લાભ મળી ગયો છે.

1 નવેમ્બરથી એકપણ રજા મંજૂર નહિ થાય

દરમિયાન અમુક રાજ્ય સરકારની કચેરીઓમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તા. 1 નવેમ્બરથી એકપણ રજા મંજૂર થવાની ન હોય તે બાબતોને ધ્યાનમાં રાખી અમુક આઇ.એ.એસ. તેમજ ડે. કલેકટર, મામલતદાર કક્ષાના અધિકારીઓએ ગુરુવાર, શુક્રવાર તેમજ શનિવારની સી.એલ. મુકી દીધી હોઇ સળંગ દસ દિવસની રજાનો લાભ મેળવી લીધો છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, તા. 30ના રોજ રવિવારની રજા ઉપરાંત તા. 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની જાહેર રજાને ધ્યાનમાં રાખી અમુક અધિકારીઓએ ઉપરોકત બન્ને (રવિવાર-સોમવાર) રજાનો લાભ મેળવી લીધો છે. આગામી તા. 1 નવેમ્બર મંગળવારથી જ રાબેતા મુજબ કચેરીઓ ધમધમતી થઇ જશે.

તા. 2 નવેમ્બરના રોજ કર્મચારીઓની રજા પૂર્ણ થાય છે

જો કે, આ સપ્તાહમાં ગુરુવાર, શુક્રવાર, શનિવારના રોજ કચેરીઓ શરુ છે પરંતુ અરજદારોની સંખ્યા નહિવત જોવા મળશે. શનિવારે લાભપાંચમથી બજારો શરુ થશે. આવીજ રીતે તા. 2ના રોજ ગુરુવારથી સરકારી કર્મચારીઓની રજા પૂર્ણ થાય છે પરંતુ મોટાભાગના લોકોએ ત્રણ દિવસની રજા મુકી ફરવા ઉપડી ગયા છે. બીજી તરફ શાળાઓમાં પણ 9 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે જેને ધ્યાનમાં રાખી અમુક સરકારી કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓએ ત્રણ દિવસની સી.એલ. મુકી સળંગ દસ દિવસની રજાનો લાભ મેળવી લીધાનું જાણવા મળે છે. ચૂંટણીમાં એક પણ કર્મચારીની રજા મંજૂર થવાની નથી નવેમ્બર આખો મહિનો અને ડિસેમ્બરના 10 દિવસ સુધી ચૂંટણીનો માહોલ રહેશે.

Back to top button