ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

કેટલીક ભૂલો તમારા ફોનની બેટરી ખરાબ કરશેઃ આજે જ બદલો આ આદતો.

  • સ્માર્ટફોનની બેટરી કેમ જલ્દી ખતમ થઇ જાય છે?
  • ક્યાંક તમારી ભૂલો તો જવાબદાર નથી ને?
  • બેટરી ડેમેજ થતા બચાવવા અપનાવો આ રુલ્સ

સ્માર્ટફોન ચાર્જિંગને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. આ પ્રશ્નોના જવાબો ન મળે ત્યારે મૂંઝવણ અનુભવવી સ્વાભાવિક છે. આજે અમે તમને ફોનની બેટરી ચાર્જ કરવા સંબંધિત કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ. ખરેખર, ઘણી વખત આપણે કેટલીક ભૂલો કરીએ છીએ અને તેના કારણે ફોનની બેટરી બગડી જાય છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. અહીં અમે તમને 8 ટિપ્સ આપી રહ્યા છીએ જે ફોનની બેટરીને ડેમેજ થવાથી બચાવી શકે છે.

કેટલીક ભૂલો તમારા ફોનની બેટરીને નકામી કરી દેશેઃ આજે જ બદલો આ આદતો. hum dekhenge news

આ આદતોથી બચજો

1. તમારે તમારા ફોનને આખી રાત ચાર્જમાં ન રાખવો જોઈએ. આમ કરવાથી ફોનની બેટરી લાઇફ અને બેટરી બંને બગડી શકે છે. ઘણા એવા ફોન છે જે ઓટો કટ ફીચર સાથે આવતા નથી. આવી સ્થિતિમાં ઓવરચાર્જિંગને કારણે ફોનની બેટરી બગડી શકે છે.

2. જો તમે ફોનનો ઉપયોગ ચાર્જ કરતી વખતે પણ કરી રહ્યા હોય તો તમારે તમારી આદત બદલવી પડશે. ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી બગડી શકે છે. તેમજ બેકઅપ પણ ઘટી શકે છે.

3. ફોનને ચાર્જ કરવા માટે તમારે તેની બેટરી સંપૂર્ણપણે ખતમ થઇ જાય તેની રાહ જોવી જોઈએ નહીં. જ્યારે ફોનની બેટરી 10 કે 15 ટકા સુધી રહે છે, તો ફોનને ચાર્જિંગ પર મૂકવો જોઈએ. આમ નહીં કરો તો બેટરીને નુકસાન થવાની સંભાવના છે.

4. ફોનની બેટરી ક્યારેય થર્ડ પાર્ટી ચાર્જરથી ચાર્જ થવી જોઈએ નહીં. ફોન હંમેશા તેના મૂળ ચાર્જરથી જ ચાર્જ થવો જોઈએ. તેથી ફોનની બેટરી હંમેશા સારી રહેશે.

5. જો ફોન વાપરતી વખતે ગરમ થઈ જાય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ નહીં. જો ફોન વધુ ગરમ થાય તો તરત જ તેને બાજુ પર મૂકી દો. જો આમ ન કરવામાં આવે તો ફોનની બેટરી બગડી શકે છે.

6. ફોનનો ઉપયોગ ક્યારેય પણ ભારે ફોન કેસ સાથે ન કરવો જોઈએ. જેના કારણે ચાર્જિંગ દરમિયાન ઉત્પન્ન થતી ગરમી બહાર નથી આવી શકતી. તેનાથી ફોનની બેટરીને નુકસાન થાય છે.

7. ફોન પર ઘણા બધા લોગ નાખવાથી ફોનનું પરફોર્મન્સ બગડે છે, સાથે સાથે બેટરી પણ બગડે છે. આવી સ્થિતિમાં ફોનમાં બિનજરૂરી એપ્સ ખોલવાનું ટાળો. જો તે ઓપન હોય, તો તેને બંધ કરો.

8. દરેક સમયે ફોનના Wi-Fi, GPS અને બ્લૂટૂથને ચાલુ ન રાખો. આના કારણે ફોનની બેટરી ઝડપથી ડ્રેન થાય છે અને તમારે ફોનને વારંવાર ચાર્જિંગ પર મૂકવો પડે છે.

આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડૂની ધરપકડઃ ભ્રષ્ટાચાર મામલે CIDની કાર્યવાહી

Back to top button