કમોસમી વરસાદને લીધે થયેલા ખેડૂતને નુકસાન માટે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ સહાય પેકેજ દ્વારા સરકારનું કહેવું છે કે આ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે. ત્યારે કેટલાક ખેડૂતો આ બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કેટલાક ખેડૂતોનું માનવું છે કે સરકારે હજુ આના પર થોડો વિચાર કરવાની જરૂર છે.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું 1.28 કરોડનું દાન
ખેડૂતોના મત પ્રમાણે વર્ષ 2020 માં જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે તેમા 4 હેક્ટર સુધી ખેડૂતને નુકસાનીની સહાય મળવા પત્ર હતી જ્યારે ગઈકાલે કરેલી જાહેરાતમાં તે મર્યાદા માત્ર 2 હેકટર સુધી મર્યાદિત કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલાકના એવા પણ પ્રશ્નો છે કે શું આ વર્ષ 2020 વાળો પરિપત્ર આમાં લાગુ થશે કે કેમ ?
આ પણ વાંચો : તલાટી પરીક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારાઇ
ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે હાલાકીનો સમનો કરવો પડ્યો છે. નુકસાનની પણ જો વાત કરવામાં આવે તો હજુ પણ ખેડૂત તે ભોગવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ સહાય માર્ચમાં પડેલ કમોસમી વરસાદ માટે છે કે એપ્રિલનું પણ શામેલ છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા સરકાર દ્વારા કે અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી, ત્યારે જાહેર થયેલ પેકેજમાં અનેક પ્રશ્નો છે જેની સ્પષ્ટતા કરવી પણ જરૂરી હોય તેવું લાગી રહ્યું છે.