ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વ પર પરેડ કરી રહેલા જવાનોની તબિયત લથડી
- ગાંધીનગરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
- પરેડ દરમિયાન પોલીસ જવાનોની તબિયત બગડી
આજે દેશભરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જેમાં આજના દિવસે દેશ આઝાદ થયો હોવાથી જવાનો દ્વારા સન્માનમાં પરેડ પણ કરાવામાં આવે છે. ત્યારે ગ્રીન સીટી તરીકે ઓળખાતા ગાંધીનગરમાં પણ આજે શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં પરેડ દરમિયાન જવોનાની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.
પરેડ દરમિયાન જવાનો ઢળી પડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર,ગાંધીનગરમાં પણ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજ્યના વન પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી મૂકેશ પટેલે ધ્વજારોહણ કર્યું હતું. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમજ જવાનો જોડ઼ાયા હતા. ઉજવણીમાં રાજ્યના વન પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી મૂકેશ પટેલે ધ્વજારોહણ બાદ ભાષણ આપ્યું હતું. સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી. જો કે પરેડ દરમિયાન જવાનોની તબિયત લથડી હોવાનું જાણવા મળેલ છે.
ચાલુ કાર્યક્રમે 108ને બોલાવવી પડી
મહત્વનું છે કે,સ્વાતંત્ર દિવસ દરમિયાન પરેડ કરી રહેલા જવાનોમાંથી 4 જવાનોની અચાનક તબિયત લથડી હતી. ચારેય જવાનો જમીન પર ઢળી પડ્યા હતા. જેથી અન્ય જવાનો તેમની મદદે દોડી આવ્યા હતા. જો કે, જવાનોની તબિયતને જોતા 108ને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. મંત્રીજીના ચાલુ કાર્યકમ દરમિયાન 108 બોલાવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં એક જવાનની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 77માં સ્વતંત્રતા દિવસે સ્વદેશી તોપોથી આપવામાં આવી સલામી; જૂઓ વીડિયો