પૂંછ આતંકી હુમલામાં શહીદ કારગિલ યુદ્ધના હીરોનો દીકરો, જાણો- શું કહ્યું હતું માતાને ?
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં પોતાનો જીવ આપનાર પાંચ સૈનિકોમાંથી એક લાન્સ નાઈક કુલવંત સિંહે તેમના પિતાની જેમ શહીદી મેળવી. કુલવંત સિંહના પિતાએ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાનો જીવ આપી દીધો હતો.
તેમના પિતાએ કારગીલની ઊંચાઈમાં સર્વોચ્ચ બલિદાન આપ્યાના 11 વર્ષ બાદ તેઓ 2010માં સેનામાં જોડાયા હતા. લાંસ નાઈક કુલવંત સિંહની માતાએ કહ્યું કે, ‘જ્યારે મારો દીકરાએ સેનામાં જોડાવા માટે ઘર છોડ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેને કંઈ થશે નહીં અને બધું સારું થઈ જશે. કુલવંતની માતાએ લગભગ 24 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં તેના પતિ બલદેવ સિંહને ગુમાવ્યા હતા.
ફોન પર પત્ની સાથે છેલ્લી વાત શું થઈ
કુલવંતની પત્ની હરદીપ કૌરે જણાવ્યું કે, ‘કુલવંતે તેમની શહીદીના એક દિવસ પહેલા ફોન કર્યો અને તેમના પુત્રને સમયસર રસી અપાવવા માટે કહ્યું. તેમના પરિવારમાં માતા, પત્ની, દોઢ વર્ષની પુત્રી અને ચાર માસનો પુત્ર છે. કુલવંત તેના ગામનું ઘર ફરીથી બનાવવાનું વિચારી રહ્યો હતો કારણ કે તેનું ઘર ઘણું જૂનું થઈ ગયું હતું.
કુલવંત સિંહ એક માત્ર કમાનાર સભ્ય હતો
કુલવંતને દોઢ વર્ષની પુત્રી અને ત્રણ માસનો પુત્ર છે, જે મોગાના ચડીક ગામમાં રહે છે. ગામના સરપંચે કહ્યું કે કુલવંત પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો, તેથી સરકારે તેના પરિવારને દરેક શક્ય રીતે મદદ કરવા આગળ આવવું જોઈએ.
આ પણ વાંચોઃ પૂંછમાં સેનાની ટ્રકમાં હુમલો થયો તેમાં ઈફ્તારનો સામાન હતો, સ્થાનિકોએ કહ્યું- ઈદ નહીં મનાવીએ
આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ
20 એપ્રિલે આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંછ વચ્ચેથી પસાર થતા આર્મી વાહન પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે લશ્કરના શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડની મદદથી સેનાની ટ્રકમાં આગ લગાવી દીધી.