પેટ્રોલ પંપ પર વેચી કૉફી, બે વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી; આજે કરોડોની માલકિન
મુંબઈ, 16 ડિસેમ્બર 2024 : ગ્લેમરની દુનિયામાં પ્રવેશતા પહેલા, ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાને અને તેમના પરિવારને ટેકો આપવા માટે અનોખા કામ કર્યાં છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત એક્ટર બનતા પહેલા બસ કંડક્ટર હતા. બોલિવૂડની વાત કરીએ તો અક્ષય કુમાર વેઈટર તરીકે કામ કરતો હતો જ્યારે અરશદ વારસી સેલ્સમેન તરીકે કામ કરતો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા 1974માં ‘અંકુર’થી ડેબ્યૂ કરનાર શબાના આઝમીનું જીવન પણ સંઘર્ષથી ભરેલું હતું. એક સમય હતો જ્યારે તે પેટ્રોલ પંપ પર કોફી વેચતી હતી, પરંતુ તેમના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું.
એક્ટર બનતા પહેલા કોફી વેચી
કોફી વેચવાથી લઈને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બનવા સુધી શબાના આઝમીએ ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. હૈદરાબાદમાં જન્મેલી શબાના આઝમી પ્રખ્યાત કવિ કૈફી આઝમી અને પીઢ અભિનેત્રી શૌકત આઝમીની પુત્રી છે. તેમણે મુંબઈની ક્વીન મેરી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સાયકોલોજી કર્યું. બાદમાં તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII), પુણેમાં અભિનય શીખવવા માટે પ્રવેશ લીધો. શબાના આઝમીની માતા શૌકતનું 2019માં અવસાન થયું હતું. શબાનાની માતાએ તેમની આત્મકથા ‘Caf and I: A Memoir’માં ખુલાસો કર્યો હતો કે સમૃદ્ધ પરિવારમાંથી હોવા છતાં તેમની પુત્રી 30 રૂપિયા કમાવવા માટે પેટ્રોલ પંપ પર કોફી વેચતા હતા. તે કોલેજના દિવસોમાં તેમના પરિવારને આર્થિક મદદ કરવા માંગતા હતા.
જ્યારે શબાના આઝમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
શબાના આઝમીએ બાળપણમાં બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમની માતા શૌકતે પણ તેની આત્મકથામાં આ ઘટના વિશે ખુલાસો કર્યો હતો કે શબાના આઝમીએ એકવાર સ્કૂલ લેબમાં કોપર સલ્ફેટ પીધું હતું. તે સમયે તેમને તેમના મિત્રએ બચાવી હતી. અભિનેત્રીએ આટલું કડક પગલું ભર્યું કારણ કે તેમને લાગ્યું કે તેમની માતા તેના નાના ભાઈને વધુ પ્રેમ કરે છે, તેથી ગુસ્સામાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. બીજી વખત શબાનાએ તેની માતા દ્વારા ઠપકો આપ્યા બાદ ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ભગવાનની કૃપાથી શાળાના ચોકીદાર દ્વારા તેમનો બચાવ થયો હતો.
આ પણ વાંચો : ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી! પ્રમુખ પુતિન નવા વર્ષે આપશે મોટી ભેટ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં