ગુજરાતમાં ઘરો પર સોલાર રૂફટોપ લાગશે, સરકાર આગામી બજેટમાં કરશે જાહેરાત
- સોલાર પાર્ક સ્થાપવા માટે ચોક્કસ જગ્યાઓનું નિરીક્ષણ કરાયું
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વીજકાપની જે નોબત આવે છે તે પણ દૂર થશે
- દેશના એક કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
ગુજરાતમાં ઘરો પર સોલાર રૂફટોપ લાગશે.જેમાં સરકાર આગામી બજેટમાં જાહેરાત કરશે. સોલાર પાર્ક સ્થાપવા માટે ચોક્કસ જગ્યાઓનું નિરીક્ષણ કરાયું છે. તેમજ આગામી બજેટમાં સોલાર પાવર યોજના પર વિશેષ ફોકસ કરાશે. ગુજરાત સરકારનું બજેટ આગામી બીજી ફેબ્રુઆરીએ રજૂ કરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરી નફો કમાવી લાલચ મહિલાને ભારે પડી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વીજકાપની જે નોબત આવે છે તે પણ દૂર થશે
બજેટમાં તમામ મહાનગરપાલિકાઓ અને ત્યાર બાદ તબક્કાવાર રીતે નગરપાલિકા વિસ્તારો સોલાર પાવરથી ઝળહળતા થાય તે માટેની યોજના જાહેર કરાશે, પ્રાથમિક તબક્કે રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં ઘરો ઉપરાંત સરકારી કચેરીઓ, ઈમારતોમાં સોલાર પાવર સિસ્ટમ ગોઠવાય તેવી મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરાશે. આ યોજનાથી લોકોને સસ્તા ભાવે વીજળી મળશે, તેમજ સંખ્યાબંધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વીજકાપની જે નોબત આવે છે તે પણ દૂર થશે.
આ પણ વાંચો: અમદાવાદ: કોરોના સંક્રમણ બાદ 18થી 40 વર્ષના યુવાનોમાં આ તકલીફ અચાનક વધી
દેશના એક કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
દેશના એક કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. ગુજરાતમાં સોલાર એનર્જી ઉત્પાન ક્ષમતા વધે તે માટે પ્રયાસો હાથ ધરાશે. રાજ્યના ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે, આગામી બજેટમાં સોલાર પાવર યોજના પર વિશેષ ફોકસ કરાશે. સોલાર પાવર યોજનાની રૂપરેખા તૈયાર કરાઈ છે, સોલાર પાવર પ્લાન્ટ માટે શહેરી વિસ્તારોમાં ચોક્કસ જગ્યા નક્કી કરાશે. બજેટની યોજના મારફત ઘરોમાં સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપ વધારાશે. આ યોજનાથી નગરપાલિકાઓ પર વીજ બિલનું ભારણ ઘટાડવામાં મદદ થશે. રાજ્યના ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે, રાજ્યની આઠ મહાનગર પાલિકા વિસ્તારમાં સોલાર પાર્કની યોજના છે, જે માટે ચોક્કસ જગ્યાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. બજેટમાં જાહેરાત બાદ યોજના ઝડપથી આગળ વધે તેની પર કામ કરવામાં આવશે. એક રીતે પર્યાવરણની જાળવણી માટે પણ ગુજરાત પહેલ કરશે.