અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આ ગામમાં લાગેલા સોલર પંપથી લોકોની મુશ્કેલી થઈ આસન, જાણો સમગ્ર ઘટના
જીવનના અંતિમ વર્ષો સૌએ સરળ અને આરામમાં કાઢવાની ઈચ્છા હોય છે. બધાના નસીબમાં એ હોતું નથી. ઓલપાડ તાલુકાના ભાંડુત ગમે રહતું વૃધ્ધ દંપતી કેશવભાઈ પટેલ (ઉંમર 83 વર્ષ) અને ધનુબેન પટેલ (ઉંમર 70 વર્ષ)ના પરિવાર ઉપર આઠ વર્ષ પહેલા એક આઘાત સહન કરવો પડ્યો. એમના 42 વર્ષના પુત્ર રાજુભાઇનું આઠ વર્ષ પેહલા વીજ કરંટ લાગવાથી અચાનક મૃત્યુ થયેલું. રાજુભાઇની પાછળ પત્ની અને બાળકો નોંધારા બન્યા અને એની જવાબદારી પણ વૃધ્ધ કેશવભાઈ ઉપર આવી અને એમનું ગુજરાન આ ખેડૂત પોતાની આઠ વીંઘા જમીનમાં ખેતી કરીને કરતાં હતા.
ઓલપાડ તાલુકાના ભાંડુત ગામમાં ખેતી કરવી સરળ ન હતી. ગામમાં ખેતી માટેનું પાણી તળાવથી લેવું પડતું અને એ પણ ડીઝલ એન્જિનના કારણે જે ખર્ચ અને મહેનત પણ વધી જતો હતો. પરંતુ કેશવભાઈ પાસે બીજો વિકલ્પ ન હતો. એમના માટે દીકરાના પરિવારની જવાબદારી પણ હતી. જે એમણે પાંચ વર્ષ નિભાવી અને પોતાના ગુજરાન માટે દોઢ વીંઘા જમીન રાખીને બાકી જમીન વિધવા વહુ અને બાળકોને સોંપી દીધી હતી.
આ પણ વાંચો : ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મા અંબાના દર્શને
પરંતુ કેહવાય છે કે ખરાબ સમય પણ લાંબા સમય સુધી નથી ટકતો. તે જ રીતે આ ગામમાં પણ ખેડૂતોના દરેક પ્રશ્નોના સમાધાન માટે અદાણી ફાઉન્ડેશન વારે આવ્યું. છેલ્લા એક વર્ષમાં જે બદલાવ આ ગામમાં આવ્યો છે એનો લાભ કેશવભાઈ સહિત ગામના 400 ખેડૂતો મેળવી રહ્યા છે. એ બદલાવ છે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ગામના તળાવ ઉપર લાગેલા સોલર પંપનો. થોડા દિવસો પૂર્વે જ ભાંડુત ગામને ડીઝલ પંપ મુક્ત ગામ તરીકે જાહેર કરાયું છે.
ત્યારે કેશવભાઈ કહે છે, પોતાના ગુજરાન માટેની જમીન ઉપર ખેતી કરવા માટે મને વર્ષે સાત-આઠ હજારનો ખર્ચ ડીઝલનો અને એટલો કે એનાથી વધુ ખર્ચ મજૂરીનો લાગતો હતો. મશીન ચાલુ-બંધ કરીને ગોઠવવામાં દોઢ-બે કલાક લાગતાં અને સાત-આઠ કલાક મશીન ચલાવવું પડતું હતું. હવે વર્ષે માંડ 400-500 રૂપિયાના ખર્ચમાં વગર મહેનતે મારા ખેતર સુધી પાણી પહોચે છે અને ત્રણ કલાકમાં તો મારા ખેતરમાં પિયત થઈ જાય છે. નાણાં, સમય અને મજૂરી બધાની બચત મને થઈ છે. આ ઢળતી ઉમરે મારા માટે આ સોલર પંપ આશીર્વાદરૂપ બન્યા છે. ગત વર્ષની ખેતીની આવક 70,000 જેટલી થઈ હતી. કેશવભાઈ પટેલ જેવા વયોવૃદ્ધ કે એકલી મહિલા ખેડૂત તમામ માટે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ભાંડુત ગામમાં લાગેલા સોલર પંપ સરળ ખેતી માટે બહુ ઉપયોગી બન્યા છે.