AMCસંચાલિત સ્કૂલ બોર્ડની શાળોમાં લાગશે સોલર પેનલ, બજેટમાં કરાઈ 1 કરોડની જોગવાઈ
અમદાવાદની શાળાઓને હવે સોલાર પેનલથી સજ્જ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓને સોલર પેનલથી સજ્જ કરવા માટે સ્કૂલબોર્ડના બજેટમાં 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શાળાઓમાં સોલરલ પેનલ લગાવાનુ આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળોમાં હવે સોલર પેનલ લગાવવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓને સોલર પેલનથી સજ્જ કરવા માટે બજેટ મળતા તેનું કામ પણ જલ્દીથી કરવામાં આવશે અને ટૂક સમયમાં અમદાવાદની શાળાઓમાં સોલર પેનલની સિસ્ટમ લાગેલી જોવા મળશે. આ માટે અમદાવાદની એલિસબ્રિજની શાળામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
2022-23નું બજેટ 4 કરોડના વધારા સાથે મંજૂર
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC સ્કૂલ બોર્ડ)નું વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ કરવામા આવ્યુ હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું વર્ષ 2022-23નું બજેટ 4 કરોડના વધારા સાથે 1071 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં સ્કૂલબોર્ડની શાળાઓને સોલાર પેનલ લગાવવાનું આયોજન કરવામા આવ્યું છે. આ અંગે સ્કુલ બોર્ડના ચેરમેન ડો. સુજોય મહેતાએ વધુ માહીતી આપતા જણાવ્યુ હતુ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે.
સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી આયોજન
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરવામાં આવ્યુ છે. સૌર ઉર્જાનો મહત્મ ઉપયોગ મ્યુનિસપલ શાળામાં થાય તે માટે આયોજન કરવામાં આવી રહી રહ્યું છે. જેના પ્રારંભિક તબક્કમાં વીજ વપરાશ ધરાવતી મ્યુનિસિપલ શાળાઓમાં 1 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવશે. તેમજ બાળકોના માનસિક વિકાસ અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા યોજાશે કરૂણા અભિયાન, સૌને સહભાગી થવા સરકારનો અનુરોધ