ટ્રેન્ડિંગધર્મસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુર્યગ્રહણ એટલે વૈજ્ઞાનિકો માટે એક અવસરઃ જાણો શા માટે?

Text To Speech
  • 2023ના વર્ષનું પહેલુ સુર્યગ્રહણ 20 એપ્રિલે
  • સુર્યગ્રહણની ઘટનાથી વૈજ્ઞાનિકોને મળે છે કંઇક નવુ
  • સુર્ય આ દિવસે ત્રણ રૂપમાં જોવા મળશે

વર્ષ 2023નું પહેલુ સુર્ય ગ્રહણ 20 એપ્રિલના રોજ છે. આ ગ્રહણ અનેક રીતે ખાસ હશે, કેમકે તે હાઇબ્રિડ સુર્યગ્રહણ હશે. એક જ દિવસમાં સુર્ય ત્રણ રૂપમાં જોવા મળશે. ગ્રહણ લાગવાની ઘટનાને જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાન માટે ખુબ ખાસ માનવામાં આવ્યુ છે.

જ્યોતિષના દ્રષ્ટિકોણથી ગ્રહણ લાગવાનું અશુભ માનવામાં આવે છે, તો વિજ્ઞાનની નજરથી તે એક અવસર છે. ખાસ કરીને સુર્યગ્રહણની ઘટનાથી વૈજ્ઞાનિકોને કંઇક નવુ જરૂર મળે છે. સુર્ય ગ્રહણની ઘટના વૈજ્ઞાનિકો માટે ખુબ ખાસ હોય છે.

સુર્યગ્રહણ એટલે વૈજ્ઞાનિકો માટે એક અવસરઃ જાણો શા માટે? hum dekhenge news

શું છે ગ્રહણ?

વિજ્ઞાનની નજરમાં ગ્રહણ એક મહત્ત્વપુર્ણ ખગોળીય ઘટના છે. તે ત્યારે ઘટે છે, જ્યારે એક ખગોળ-કાય જેવા ચંદ્રમા કે અન્ય કોઇ ગ્રહ ખગોળ-કાયની છાયાની વચ્ચે આવી જાય છે. પૃથ્વી પર સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ એમ બે પ્રકારના ગ્રહણ લાગે છે.

સુર્યગ્રહણ એટલે વૈજ્ઞાનિકો માટે એક અવસરઃ જાણો શા માટે? hum dekhenge news

સુર્ય ગ્રહણ અને વિજ્ઞાન

ખગોળશાસ્ત્ર કે ભૌતિક વિજ્ઞાનની વાત માનીએ તો જ્યારે સુર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે તો ચંદ્રમાની પાછળ સુર્યનુ બિંબ થોડી વાર માટે ઢંકાઇ જાય છે. આ ઘટનાને સુર્યગ્રહણ કહેવાય છે. પૃથ્વી સુરજની પરિક્રમા કરે છે અને ચંદ્ર પૃથ્વીની, પરંતુ પરિક્રમા કરતા કરતા ક્યારેક ક્યારે ચંદ્રમા, સુરજ અને ધરતીની વચ્ચે આવી જાય છે. જ્યારે ચંદ્રમા કેટલીક સ્થિતિમાં સુરજની રોશનીને રોકી લે છે તો તેનો પરછાયો ધરતી પર ફેલાઇ જાય છે. તેથી ગ્રહણ લાગતા જ થોડી વાર માટે રાત જેવો માહોલ છવાઇ જાય છે. આવી ઘટના હંમેશા અમાસના દિવસે બને છે. તેથી સુર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે.

સુર્યગ્રહણ એટલે વૈજ્ઞાનિકો માટે એક અવસરઃ જાણો શા માટે? hum dekhenge news

વિજ્ઞાનીઓ માટે કેમ છે અવસર?

  • સુર્યગ્રહણ વૈજ્ઞાનિકો માટે અવસર જેવો છે. આ દરમિયાન નવા નવા તથ્યો પર કામ કરવાનો મોકો મળે છે.
  • સુર્ય ગ્રહણના સમયે બ્રહ્માંડમાં કેટલીયે અદ્ભુત અને ફેન્ટાસ્ટિક ઘટનાઓ બને છે.
  • પૃથ્વી પર હીલિયમ ગેસની ઉપસ્થિતિની જાણ પણ સર્વપ્રથમ સુર્યગ્રહણ દરમિયાન શોધ વખતે થઇ હતી
  • સદીઓ પહેલા વૈજ્ઞાનિકોએ સુર્યગ્રહણ દરમિયાન જાણ્યુ હતુ કે પૃથ્વીનો આકાર ગોળ છે.

આ પણ વાંચોઃ એલોન મસ્કે ટ્વિટર પર PM મોદીને કર્યા ફોલો, આખી દુનિયામાં માત્ર 195 લોકોને કરે છે ફોલો

Back to top button