ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો માદક પદાર્થ માર્કેટમાં જાય તે પહેલા SOGએ ઝડપ્યો

  • SOGની ટીમની ચાપતી નજર, ગાંજાની હેરાફેરી કરતા બે સગાભાઈઓની ધરપકડ.
  • બાઈક પર હેરાફેરી કરનાર પાસે થી 2.913 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાનથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી વર્ષોથી થતી આવી છે. પરંતુ સમય સાથે પોલીસ પણ જાગી છે, ત્યારે અનેક આવા હેરાફેરી કરનાર આરોપીઓને પકડી પાડ્યા છે. છતાં પેલું કેવાય છે ને કે કુતરાની પૂછડી વાકીને વાકી. એટલે અનેક ગુનેગારો માદક પદાર્થોની હેરાફેરી કરતાં પકડાય છે ને સજા પણ ભોગવે છે છતાં નવા તૈયાર થાય છે. શુક્રવારે SOGની ટીમે બાતમીના આધારે રાજસ્થાનથી સાબરકાંઠા જિલ્લામાં થઈને નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરનાર બે સગાભાઈઓને ઝડપી પાડયા છે.

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજાની હેરાફેરી કરતાં બે શખ્શોની ધરપકડ:

સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમના પોલીસ કર્મચારી નિકુંજભાઈને બાતમી મળી હતી. જેને લઈને પીઆઈ નિકુંજ રબારી અને પીએસઆઈ સંજય ગોસ્વામીએ બાતમી મુજબના વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે રસ્તા પરની અવર જવર પર બાજ નજર કરી દીધી હતી. SOG ની ટીમના પોલીસ કર્મચારીઓ પણ બાતમી મુજબના વાહન અને આરોપીઓને ઝડપી લેવા માટે વ્યુહાત્મક રીતે ગોઠવાઈ ચુક્યા હતા. આ દરમિયાન ગોયાનાકા પોશીના પાસે બાઈક પર ગાંજો લઈને આવતા બે શખ્શોને ઝડપી લીધા હતા.

મળતી વિગત પ્રમાણે બંને સગાભાઈઓ હતા અને તેઓ રાજસ્થાનથી ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. એસઓજીની ટીમે આરોપી આદીલ મનસુરી અને આરીફ મનસુરીને પોશીના પોલીસ મથકે લઈ જઈને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી.

  • આરોપી:
  1. આદીલ ઇકબાલભાઇ મનસુરી, રહે. મસ્જીદની બાજુમાં, હડાદ તા. દાંતા જી.બનાસકાંઠા
  2. આરીફભાઇ ઇકબાલભાઇ મનસુરી, રહે. મસ્જીદની બાજુમાં, હડાદ તા. દાંતા જી.બનાસકાંઠા

પોલીસને શંકા ન જાય તે માટે પોતાના બાઈક પર જ લવાતો હતો ગાંજો:

રાજસ્થાન તરફથી આવતા જ બંને સગાભાઈઓ પોશીનામાં બાઈક સાથે ઝડપાયા હતા. બંને ભાઈઓએ પોલીસને શંકા ના જાય એ માટે બાઈકનો ઉપયોગ કરીને બાઈક પર જ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. બંને પાસેથી 2.913 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આમ 29 હજાર 130 રુપિયાનો ગાંજાનો જથ્થો કબ્જે લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ફરજ પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા કર્મચારીઓ પર DGPએ કરી લાલ આંખ

Back to top button