કચ્છમાં SOGએ હાઈવે પરથી રૂ.1.47 કરોડનું કોકેઈન ઝડપ્યું


- હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું
- બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
- લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેઈન કેસમાં સૂત્રધાર હોવાની શંકા
કચ્છમાં હાઈવે પર આવેલી હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હોવાની SOG અને લાકડીયા પોલીસને જાણકારી મળી હતી. જેમાં પોલીસને લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેઈન કેસમાં સૂત્રધાર હોવાની શંકા હતી. જેને લઈને પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું.
બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે SOGએ રૂપિયા 1.47 કરોડના કોકેઈનના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વાહન ચેકિંગ સમયે ભારત હોટલ પાસેના મઢી ત્રણ રસ્તા પર હરિયાણાના પાસિંગની ઈકો કાર શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી. જેમાં કારના એર ફિલ્ટર નીચે છૂપાયેલું કોકેઈન મળી આવ્યું હતું. પોલીસે 1.47 કરોડ રૂપિયાની કિંમતનું 147.67 ગ્રામ કોકેઈન જપ્ત કરી બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું
કચ્છમાં હાઈવે પર આવેલી હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હોવાની SOG અને લાકડીયા પોલીસને જાણકારી મળી હતી. જેમાં પોલીસને લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેઈન કેસમાં સૂત્રધાર હોવાની શંકા હતી. જેને લઈને પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં SOGએ 1.47 કરોડના કોકેઈનના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી, વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું